SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પિંડ પ્રકૃતિ-૨૨ :- મનુષ્યગતિ, પંચેંદ્રિયજાતિ, વૈજસ- કાર્યણ શરીર, પહેલા પાંચ સંધયણ, છ સંસ્થાન, ૪ વર્ગાદિ, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. ૮૧ પ્રત્યેક-૫ :- પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિમાર્ણ, ઉપઘાત. સ્થાવર-૬ :- અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ. ૩૧૫. ઔદારિક અંગોપાંગ, છેવ સંધયણ આ બે પ્રકૃતિ ઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવતાઓનો કહેલ છે તે દેવો ક્યા જાણવા ? શા માટે ? ઉત્તર ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠું સંધયણ આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વૈમાનિકના ત્રીજા દેવલોકથી ઉપરનાં દેવલોકનાં દેવતાઓ કરે કારણકે ઇશાન સુધીનાં દેવો ઉત્કૃષ્ટ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરે છે ત્યારે આ બે પ્રકૃતિઓનો બંધ હોતો નથી. ૩૧૬. આગળ જણાવેલ બાણું પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારેય ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે એમ જણાવેલ છે. તેમાં ધ્રુવબંધિની પ્રકૃતિઓ કેટલી હોય ? તે કઈ રીતે બંધાય ? ઉત્તર આગળ જણાવેલ બાણું પ્રકૃતિઓમાંથી ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધિની હોય છે. તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો સર્વ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે બાંધે છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૯, નામકર્મ-૯, અંતરાય-૫ - ૪૭. મોહનીય-૧૯ :- ક્યાય- ૧૬, ભય, જુગુપ્સા, મિથ્યાત્વમોહનીય નામકર્મ -૯ :- તૈજસ-કાર્પણ શરીર, વર્ણાદિ - ૪, અગુરૂરુલઘુ, નિર્માણ-ઉપઘાત. ૩૧૭, આગળ જણાવેલ બાણું પ્રકૃતિઓમાંથી અવબંધિની પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy