________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૧૭૪. બેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ તથા જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
૩૮
ઉત્તર : એકેન્દ્રિય જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તેને પચીશ ગુણો અધિક કરીએ તે બેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ એટલે જધન્ય સ્થિતિબંધ થાય છે.
૧૭૫. તેઈન્દ્રિયજીવોને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
ઉત્તર : એકેન્દ્રિય જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેલ છે તેને પચાસ ગુણો અધિક કરતાં તે ઈન્દિરયજીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તેમાંથી પલ્યોમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જધન્યસ્થિતિબંધ પ્રાપ્ત થાય છે. ૧૭૬. ચઉરિન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
ઉત્તર : એકેન્દ્રિય જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેને સો ગુણો અધિક કરતાં ચરિન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરવાથી જધન્ય સ્થિતિબંધ પ્રાપ્ત થાય છે.
૧૭૭. અસની પંચેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ તથા ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
ઉત્તર : એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેલ છે તેને એક હજાર ગુણો અધિક કરીએ એટલે અસન્ની પંચેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ બાદ કરવાથી તેનો જઘન્ય સ્થિતિબંધ પ્રાપ્ત થાય છે.
૧૭૮. દેવતા-નારકીનો આયુષ્યનો ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
ઉત્તર : દશહજાર વર્ષનો હોય છે.
૧૭૯. મનુષ્યાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org