________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૧૭૨.ગોત્રવર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિઓની
હોય ?
ઉત્તર : નીચ ગોત્રની હોય છે.
અયમુક્કોસો ગિદિસુ
પલિયા સંપ્રંસહીણ લહુ બંધો ।
કમસો પણ વીસાએ
પન્નાસય સહસ્સ સંગુણિ ઓ ૩ા
ભાવાર્થ - પ્રકૃતિઓનો જે જધન્ય સ્થિતિબંધ કહેલ છે તે એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ બંધ જાણવો. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તે એકેન્દ્રિય જીવોનો જઘન્ય સ્થિતિબંધ ગણાય છે. એકેન્દ્રિય જીવોને જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેનાથી પચીસ ગુણો, પચાસ ગુણા, સો ગુણો અને હજાર ગુણો કરીએ તો તે ક્રમસર બેઈન્દ્રિય-તેઈન્દ્રિય- ચઉરિન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. ૫૩૭
વિગલ અસન્નિસુ જિો
૩૦
કણિદ્ઘઓ પલ્લસંખ ભા ગૂણો । સુરનરયાઉ સમાદસ
સહસ્સ સેસાઉ ખુડુભવં ॥૩૮॥
ભાવાર્થ :- તેઓનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન જાણવો. દેવાયુષ્ય, નરકાયુષ્યનો જઘન્ય બંધ (૧૦,૦૦૦) દશહજાર વર્ષનો. બાકીના બે આયુષ્યનો જઘન્ય બંધ ક્ષુલ્લકભવ પ્રમાણ જાણવો ॥૩૮॥ ૧૭૩. એકેન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ?
ઉત્તર બંધાતી પ્રકૃતિઓનો જે જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો સ્થિતિબંધ ઓછો કરીએ તે એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org