________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
(૩૫
૧૬૧. દર્શન મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયની જઘન્ય સ્થિતિ જે ૧ સાગરોપમની છે. તેમાંથી
પલ્યોપમનો અસંખ્યાતમાં ભાગ જેટલી ન્યૂન સ્થિતિ તે દર્શન
મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કહેવાય છે. ૧૬૨. કષાય મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર કષાયોની જઘન્ય સ્થિતિ ૪/૭ સાગરોપમની કહેલી છે તેમાંથી
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હીન સ્થિતિ કષાય મોહનીય વર્ગની
કહેવાય છે. ૧૬૩. નોકબાય મોહનીય વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર નોકષાય મોહનીયની પ્રવૃતિઓમાં વધારે સ્થિતિ જે ૨૦ કોટાકોટી
સાગરોપમની હોય છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિથી ભાગતાં ૨/૭ સાગરોપમ આવે તેમાંથી પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી સ્થિતિ નોકષાય મોહનીય વર્ગની
હોય છે. ૧૬૪. નામકર્મ વર્ગની જધન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર નામકર્મની પ્રકૃતિઓમાં વધારેમાં વધારે સ્થિતિ ૨૦ કોટાકોટી
સાગરોપમની હોય છે તેને મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૨/૭ સાગરોપમ આવે છે તેમાંથી પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ઓછી થાય તે નામકર્મ વર્ગની
જઘન્ય સ્થિતિ ગણાય છે. ૧૬૫. ગોત્રકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર ગોત્રકર્મની વધારે સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમની હોય છે તેને
મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૨/૭ સાગરોપમ આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો !
કરીએ તે ગોત્રકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ ગણાય છે. ૧૬૬. અંતરાયકર્મ વર્ગની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર અંતરાયકર્મની વધારે સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે તેને
મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ વડે ભાગતાં ૩/૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org