________________
૧૫૨
કર્મગ્રંથ પમ ભાગ-૩
પ૯૧.યોગ કોને કહેવાય ? ઉત્તર જીવ શરીરાદિક પુદ્ગલ અવલંબી તજજન્ય કરણ વીર્ય થયે થકે તેને
વિસર્જન કરે તો યોગ કહેવાય છે. તેથી પરિણામ અવલંબન ગ્રહણ
હેતુ જે વીર્ય તેને યોગ કહેવાય છે. પ૯૨.યોગને દ્રષ્ટાંતથી સમજાવી શકાય ? ક્યા ? ઉત્તર યોગને દ્રતથી સમજાવી શકાય છે. તે આ પ્રમાણે- જે વીર્ય વિશેષ
કરી ઔદારીક આદિક પુદગલને ગ્રહણ કરે તેને પોતાના રૂપે પરીણમાવીને વિસર્જન કરે એટલે સ્વાભાવિક શક્તિ વિશેષની સિદ્ધિ માટે અવલંબન કરવા. જેમ કોઈ અશક્ત માણસ નગરમાં ભમવા નિમિત્તે લાકડી ઝાલીને ઊઠે પછી જ્યારે સામર્થ્ય (શક્તિ) પેદા થાય
ત્યારે લાકડીનો ત્યાગ કરે તેમ આ જાણવું. ૫૯૩. યોગનાં જુદા જુદા નામો કયા કયા કહેવાય છે? ઉત્તર યોગનાં જુદા જુદા નામો આ પ્રમાણે છે - (૧) યોગ (૨) બલ (૩)
વીર્ય (૪) ઉત્સાહ (૫) શક્તિ (૬) ચેષ્ટા (૭) કરણ. ૫૯૪. યોગ કેટલા પ્રકારનાં હોય ? ક્યા કયા? ઉત્તર યોગના ત્રણ પ્રકાર હોય છે. (૧) મનયોગ (૨) વચનયોગ (૩)
કાયયોગ. પ૯૫. યોગનાં સામાન્યથી કેટલાં ભેદ હોય ? ક્યા ? ઉત્તર યોગનાં સામાન્યથી બે ભેદ હોય છે.
(૧) અભિસંધિજ વીર્ય (૨) અનભિસંધીજ વીર્ય ૫૯૬. અભિસંધિજ વીર્ય કોને કહેવાય? ઉત્તર મન ચિંતનાપૂર્વક એટલે ઉપયોગ પૂર્વક આહાર વિહારાદિક જે ક્રિયા
(કરણ) વ્યાપાર તે અભિસંધિજ વીર્ય કહેવાય. ૫૯૭.અનભિસંધિજ વીર્ય કોને કહેવાય? ઉત્તર જે મનના વ્યાપાર વિના કેવળ વચન અને કાયાના વ્યાપાર
એકેન્દ્રિયાદિકને હોય છે તથા પંચેન્દ્રિયને પણ ધાતુરૂપે, મળરૂપે આહારને પરીણમાવવું તે અનભિસંધિજ વીર્ય કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org