SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૫૨૨. અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ કેટલા ગુણસ્થાનકમાં થાય ? ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં થાય છે. ૫૨૩. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા કયા જીવો કરે છે ? ઉત્તર : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સન્ની પંચેન્દ્રિય ભવ્ય તથા અભવ્ય જીવો કરે છે. ૧૪૧ ૫૨૪. અંત: કોડાકોડી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ કયા ગુણસ્થાનકે બંધાય છે ? ઉત્તર ઃ અંત: કોડાકોડી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ આઠમા અપુર્વકરણ ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. ૫૨૫. અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિ ન બાંધે એ અપેક્ષાએ સૌથી વધારે સ્થિતિબંધ ગુણસ્થાનકમાં થાય ? કા ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ ન થાય એ અપેક્ષાએ સૌથી વધારે સ્થિતિબંધ બીજા સાસ્વાદન ગુણસ્થાનકમાં થાય છે. ૫૨૬. અંત: કોડાકોડી સાગરોપમનો મધ્યમ સ્થિતિબંધ કયા કયા ગુણસ્થાનકમાં થાય ? ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમનો મધ્યમ સ્થિતિબંધ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં થાય છે. ૫૨૭. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સન્ની પર્યાપ્તા જીવોને જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સન્ની પર્યાપ્તા જીવોને જધન્ય સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમનો હોય છે. ૫૨૮. અંત: કોડાકોડી સાગરોપમનો જઘન્ય સ્થિતિબંધ કયા ગુણસ્થાનકે હોય ? શાથી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy