________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
પતિનો જધન્ય સ્થિતિબંધ સર્વથી થોડો હોય તેનાથી બાદર પર્યાપ્તા એકેન્દ્રિયનો અસંખ્યાત ગુણ. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયનો વિશેષાધિક તેનાથી બાદર તથા સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી સૂક્ષ્મ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ* વિશેષાધિક હોય, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા તથા બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ વિશેષાધિક હોય છે. ૪૯
૧૪૦
તે થકી બેઈન્દ્રિય પર્યાપ્તા તથા અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણો અને વિશેષાધિક હોય તે થકી બેઈન્દ્રિય અપર્યાપ્તા તથા પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય. આ જ પ્રમાણે તેઈન્દ્રિય પર્યાપ્તા તથા અપર્યાપ્તાનો જધન્ય, તેઈન્દ્રિય અપર્યાપ્તા તથા પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો. આ જ રીતે ચઉરિન્દ્રિય પર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો. તેનાથી ચઉરીન્દ્રિય અપર્યાપ્તાનો જઘન્ય, ચરિન્દ્રિય અપર્યાપ્તા-પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક જાણવો. એનાથી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો જધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો. તથા અસની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય તથા અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક જાણવો. ૫૦
તે થકી મતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણો, તેનાથી દેશિવરતિનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, તથા સમ્યદ્રષ્ટિના ચાર સ્થિતિબંધ તથા મિથ્યાદ્રષ્ટિનાં ચાર સ્થિતિબંધ અનુક્રમે સંખ્યાતગુણ હોય છે. ૫૧
મનુષ્ય, દેવ અને તિર્યંચના આયુષ્યને વર્જીને બાકીની સર્વે કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ જાણવી. કારણકે તે તીવ્ર કષાયના ઉદયથી બંધાય છે. તથા જઘન્ય સ્થિતિ વિશુદ્ધિ વડે બંધાય છે. ૫૨।।
“સન્ની પંચેન્દ્રિય જીવોને આશ્રયી ગુણસ્થાનકને વિષે કર્મની સ્થિતિબંધનું વર્ણન.
૫૨૧. અંત: કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિ કેટલા ગુણસ્થાનકોમાં બંધાતી નથી ?
ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમની સ્થિતિ બીજા સાસ્વાદન ગુણસ્થાનકથી આઠમા અપુર્વકરણ ગુણસ્થાનક સુધી બંધાય છે. એથી અધિક બંધાતી
નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org