________________
| કર્મગ્રંથ પમ ભાગ-૩
ઉત્તર ત્રીશ કોટાકોટી સાગરોપમ હોય છે. ૨૭. સૂક્ષ્મત્રિક તથા વિકસેન્દ્રિયત્રિક એ છ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મત્રિક - અપર્યાપ્તા સાધારણ અને વિશ્લેન્દ્રિય ત્રણ જાતિ આ છે !
પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ હોય છે. ૨૮. પહેલા સંઘયણ - પહેલા સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર દશ કોટાકોટી સાગરોપમ હોય છે. ૨૯. બાકીનાં સંઘયણ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો
હોય ?
ઉત્તર બાકીનાં સંઘયણ-સંસ્થાન એક એકમાં બબ્બે કોટાકોટી સાગરોપમાં
સ્થિતિ વધારતાં જે આવે તે હોય છે. ૩૦. અનંતાનુબંધિ આદિ -૧૬ કષાયોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર ચાલીશ કોટાકોટી સાગરોપમનો હોય છે. ૩૧. મૂદુસ્પર્શ લધુસ્પર્શ સ્નિગ્ધસ્પર્શ-ઉષ્ણસ્પર્શ-સુરભિગંધ
-શ્વેતવર્ણ મધુરરસ આ ૭ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર ૧૦ કોટાકોટી સાગરોપમ હોય છે. ૩૨. બાકીનાં વર્ણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર બાકીનાં વર્ણાદિમાં પડ્યાનુપૂર્વી રૂપે એક એક લઈને અઢી-અઢી
કોટાકોટી સાગરોપમ વધારતાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. પીળો વર્ણ - ખાટો રસ ૧રા કોટાકોટી સાગરોપમ. લાલ વર્ણ - તુરો રસ ૧૫ કોટાકોટી સાગરોપમ લીલો વર્ણ તીખો રસ ૧૭ા કોટાકોટી સાગરોપમ બાકીનાં વર્ણાદિનો ૨૦ કોટાકોટી સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org