________________
કર્મગ્રંથ-પ
પ્રશ્ન ૨૬૫. જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએને કાળ કેટલું હોય છે?
ઉત્તર : જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓને બંધકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ ક્રોડ વરસ સુધી હોય છે.
પ્રશ્ન ૨૬૬. છઠ્ઠો અવસ્થિત બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : છો અવસ્થિત બંધ આ પ્રમાણે છે : કઈ મિથ્યાષ્ટિ છે પર્યાપ્તા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અસન્ની તિર્યંચ કે સન્ની તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ કરે તેના બીજા સમયથી જઘન્ય એક અંતમું ડૂત સુધી બાંધ્યા કરે તે છઠ્ઠો અવસ્થિત બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૬૭. છ અવસ્થિત બંધ બીજી રીતે હોય છે? તેને કાળ કેટલું હોય છે?
ઉત્તર : છઠ્ઠો અવસ્થિત બંધ ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે હોય છે તે આ પ્રમાણે કઈ સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકી જિનનામ કર્મ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએને બંધ કરે તે છઠ્ઠો અવસ્થિત બંધ ગણાય છે. તેને કાળ નારકીની અપેક્ષાએ જઘન્યથી ૮૪૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અધિક હોય નારકીની અપેક્ષાએ અને દેવની અપેક્ષાએ એક સમય ન્યૂન ૩૩ સાગરેપમ હોય છે.
પ્રશ્ન ૨૬૮. સાતમ અવસ્થિત બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : સાતમે અવસ્થિત બંધ આ પ્રમાણે હોય છે. નામકર્મની એકત્રીશ પ્રકૃતિઓને બંધ શરૂ થયા પછી બીજા સમયથી એક અંતમુહૂર્ત સુધી બંધાય તે સાતમે અવસ્થિત બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૬૯. આઠમે અવસ્થિત બંધ કઈ રીતે હોય છે?
ઉત્તર : આઠમે અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ : એક પ્રકૃતિને જે નામકર્મને બંધ છે તે શરૂ થયા પછીના સમયથી એક અંતર્મુહૂર્ત સુધી બંધાય તે આઠમે અવસ્થિત બંધ કહેવાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org