________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૩૫
પ્રશ્ન ૧૪૧. પ્રાગ્ય એટલે શું? "
ઉત્તર : જીવ મરીને જ્યાં જવાનું હોય અથવા ચાર ગતિમાંથી કઈને કઈ ગતિને બંધાતા કર્મોને પ્રાગ્ય રૂપે કહેવાય છે.
પ્રશ્ન ૧૪૨ બંધક એટલે શું?
ઉત્તર : ચાર ગતિમાંથી કઈને કઈ ગતિને વેગ્ય કર્મ બાંધનાર ક્યા ક્યા જ હોય તેનું જે વર્ણન કરવું તે બંધક કહેવાય છે.
પ્રશ્ન ૧૪૩. નામ કર્મમાં ૨૩ પ્રકૃતિનું જે બંધસ્થાન છે તેમાં કઈ કઈ પ્રકૃતિઓ હોય?
ઉત્તર : નામ કર્મમાં ૨૩ પ્રકૃતિઓના બંધસ્થાનમાં પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદરિક, તૈજસ, કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યાપ્ત સાધારણ અથવા પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. આ પ્રશ્ન ૧૪૪. નામ કર્મમાં ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન કેના કેના પ્રાગ્ય હોય?
ઉત્તર : નામ કર્મમાં ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય, અપર્યાપ્તા બેઈન્દ્રિય, અપર્યાપ્તા તેઈન્દ્રિય, અપર્યાપ્તા ચઉરિદ્રિય, અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ, અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય, સન્ની અપર્યાપ્તા તિર્યંચ તથા સન્ની એ પર્યાપ્તા મનુષ્ય પ્રાગ્ય હોય છે.
પ્રશ્ન ૧૪પ. નામ કર્મમાં ૨૬ પ્રકૃતિએનું બંધ સ્થાન કેના કેના પ્રાગ્ય હોય?
ઉત્તર . નામ કર્મમાં ૨૬ પ્રકૃતિઓનું બંધસ્થાન પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય નિયમ હોય છે.
પ્રશ્ન ૧૪૬. નામ કર્મમાં ૨૮ પ્રકૃતિઓનું બંધસ્થાન કયા કયા જીને પ્રાગ્ય હોય?
ઉત્તર : નામ કર્મમાં ૨૮ પ્રકૃતિઓનું બંધસ્થાન નારકી તથા : દેવગતિ પ્રાગ્ય હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org