________________
કર્મગ્રંથ-૫
ઉત્તર : મેહનીય કર્મમાં ત્રીજો અ૮૫તર બંધ આ પ્રમાણે જાણ: કઈ પશમ કે ક્ષાયિક સમક્તિ છે દેશવિરતિ ગુણસ્થાનકે મેહનીય કમની ૧૩ પ્રકૃતિને બંધ કરતાં કરતાં વિશુદ્ધ પરિણામે છઠ્ઠા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કમની ૯ પ્રકૃતિએને બંધ કરે છે તે ત્રીજો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨". મેહનીય કર્મમાં ત્રીજે અ૯પતર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ?
ઉત્તર : મેહનીય કર્મમાં ત્રીજો અલ્પતર બંધ બીજી રીતે આ પ્રમાણે થાય છે : કેઈ અવિરતિ ગુણસ્થાનકે રહેલે ક્ષયપશમ સમકિત તથા ક્ષાયિક સમતિ જીવ મેહનીય કમ ની ૧૭ પ્રકૃતિએને બંધ કરતાં કરતાં વિશુદ્ધ પરિણામે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે ત્યારે તે મેહનીય કર્મની ૯ પ્રકૃતિઓને બંધ કરે છે તે ત્રીજો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૧. મેહનીય કર્મમાં ત્રીજે અલ્પતર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે?
ઉત્તર : મોહનીય કર્મ ને ત્રીજે અ૮૫તર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
કેઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ મેહનીય કર્મની બાવીશ પ્રકૃતિએને બંધ કરતા કરતા ઉપશમ સમકિત પામતાની સાથે સર્વ વિરતિ એટલે (છઠ્ઠા) ગુ થાનકને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની નવ પ્રકૃતિએને બંધ કરે તે ત્રીને અપતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૨. મેહનીય કર્મમાં ચોથે અલ્પતર બંધ શી રીતે પ્રાપ્ત થાય?
ઉત્તર . મેહનીય કર્મમાં ચેથી અલ્પતર બંધ આ પ્રમાણે હોય કોઈ જીવ ઉપશમ શ્રેણું કે ક્ષપક શ્રેણું પ્રાપ્ત કરી આઠમાં ગુણસ્થાનકે મેહનીય કર્મની નવ પ્રકૃતિએને બંધ કરતા કરતા નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય-કર્મની પાંચ પાંચ પ્રકૃતિએને બંધ કરે છે તે ચે અલ્પતર બંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org