________________
કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૧૧. મેહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ કેવી રીતે થાય ?
ઉત્તર: મેહનીય કર્મમાં નવમ ભૂયસ્કાર બંધ આ પ્રમાણે હોય છે. કેઈ જીવ બીજા ગુણસ્થાનકે આવે તે મહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓ બાંધતા બાંધતા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે ત્યારે મેહનીય કર્મની ૨૨ પ્રકૃતિઓને બાંધે છે તે નવમે ભૂયસ્કાર બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૧૨, મોહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે?
ઉત્તર : મેહનીય કર્મમાં નવમો ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કઈ પણ જીવ ક્ષયપશમ સમક્તિ પામ્યા પછી તે કાળમાં મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે ત્યાંથી મિથ્યાત્વ મેહનીયને ઉદય થતા મેહનીય કમની રર પ્રકૃતિએને બંધ કરે છે તે નવમ ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૧૩ મોહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ?
ઉત્તર : મોહનીય કર્મમાં નવમે ભૂયસ્કાર બંધ ગુણસ્થાનકની અપેક્ષાએ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. કેઈ જીવ ઉપશમ સમક્તિ કે પશમ સમક્તિ પામ્યા પછી મિશ્ર મેહનીયના ઉદયથી ત્રીજા ગુણસ્થાનકને પામે ત્યાં મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિએને બંધ કરતા કરતા મિથ્યાત્વ મેહનીયને ઉદય થતા મેહનીય કર્મની ૨૨ પ્રકૃતિઓને બંધ કરે તે નવમે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
મેહનીય કર્મમાં અલપતર બંધનું વર્ણન, પ્રશ્ન ૧૧૪, મેહનીય કર્મમાં પહેલે અલ્પતર બંધ કઈ રીતે હોય?
ઉત્તર : મેહનીય કર્મમાં પહેલે અલ્પતર બંધ આ પ્રમાણે હેય : અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ્યારે સૌ પ્રથમ પહેલું સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે ૨૨ પ્રકૃતિના બંધમાંથી મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિએને બંધ કરે છે તે પહેલે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૧૫ મેહનીય કર્મમાં પહેલે અલ્પતર બંધ બીજી રીતે થઈ શકે? કઈ રીતે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org