________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૭
મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે તે સાતમે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૮ મેહનીય કર્મમાં સાતમે ભૂયકાર બંધ છઠ્ઠી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે?
ઉત્તર : મેહનીય કર્મમાં સાતમે ભૂયસ્કાર બંધ છઠ્ઠી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
કેઈમનુષ્ય ઉપશમશ્રણ પ્રાપ્ત કરી કમસર પતન પામી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે આવી મેહનીય કર્મની પાંચ પ્રકૃતિઓને બંધ કરતા કરતા કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાં મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૯. મોહનીય કર્મમાં સાતમે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે?
ઉત્તર : મોહનીય કર્મમાં સાતમે ભૂયસ્કાર બંધ સાતમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે.
કેઈ મનુષ્ય ઉપશમશ્રણ પ્રાપ્ત કરી પતન પામી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે-ચાવત આઠમા ગુણઠાણે સાતમાં ગુણસ્થાનકને કે છઠ્ઠા ગુણસ્થાનકને પામી મેહનીય કર્મની નવ પ્રકૃતિઓને બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ મોહનીય કર્મની ૧૭ પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૧૦. મેહનીય કમ માં આઠમે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય?
ઉત્તર : કેઈ ઉપશમ સમકિતી ઉપશમ શ્રેણીવાળા જીવ કમસર પતિત પરિણામી થઈ ચેથા ગુણસ્થાનકે આવે અથવા અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઉપશમ સમકિત પામી મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિને બંધ કરતા કરતા બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિએને બંધ કરે છે તે આઠમે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org