________________
કમ ગ્રંથ-૫
ઉત્તર : અંતરાય કર્મમાં પાંચ પ્રકૃતિરૂપ એક બંધસ્થાન હોય છે અને તે એથી દશ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. - પ્રશ્ન ૯૦. અંતરાય કર્મમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય?
ઉત્તર : અંતરાય કર્મમાં ભૂયસ્કાર બંધ હોતું નથી અલ્પતર બંધ હેતે નથી એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ હોય છે.
પ્રશ્ન ૯૧. અંતરાય કર્મમાં અવસ્થિત બંધ કયા ક્યા જીવને આવીને કેટલા કાળ સુધી હોય?
ઉત્તર : અંતરાય કર્મમાં અવસ્થિત બંધ અભવ્ય જીને આશ્રયીને અનાદિ અનંત કાળ સુધીને હાય.
ભવ્ય અને આશ્રયને અનાદિ શાંત કાળ હોય તથા સાદિ શાંત કાળ સુધી હોય છે.
પ્રશ્ન કર. અંતરાય કર્મમાં અવક્તવ્ય બંધ કઈ રીતે જાણ?
ઉત્તર : અંતરાય કર્મને વિષે અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણુ. કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રણ પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે અંતરાય કર્મને અબંધક થાય છે ત્યાંથી પતન પામી દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના પ્રથમ સમયે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિએના બંધ વખતે અવક્તવ્ય બંધ થાય છે.
પ્રશ્ન ઉકઅંતરાય કર્મમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય બંધ પ્રાપ્ત થઈ શકે? કઈ રીતે?
ઉત્તર : અંતરાય કર્મમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય બંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુહસ્થાનને પ્રાપ્ત કરે ત્યારે અંતરાય કર્મને અબંધક થાય છે ત્યાંથી જીવ આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી વૈમાનિક દેવકમાં ઉત્પન્ન થાય ત્યાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય તે સમયે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિએનો બંધ કરતા તે બીજીરીતને અવક્તવ્ય બંધ ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org