________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ર૩ સાત કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણવો?
ઉત્તર : સાત કર્મના બંધને અવસ્થિત બંધ આ પ્રમાણે જાણ. કઈ પૂર્વકોડ વર્ષના આયુષ્યવાળો જીવ પિતાના આયુષ્યના ત્રીજા ભાગે એક અંતરમેં હૂર્ત આયુષ્યને બંધ કર્યા પછી સાત કર્મના બંધની શરૂઆત કરે તે સતત પિતાના આયુષ્યના એક ભાગ સુધી અને ત્યાંથી મરણ પામી અનુત્તરમાં ૩૩ સાગરોપમ વાળો દેવ થાય તે તેના ૬ મહિના બાકી રહે ત્યાં સુધી બાંધ્યાં કરે છે અને જઘન્યથી એક અંતરમુહૂર્ત સુધી સાત કર્મ બંધાતા હોવાથી તે વખતે પણ અવસ્થિત બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૪. છ કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણે ?
ઉત્તર : છ કર્મનો અવસ્થિત બંધ આ પ્રમાણે જાણે કઈ જીવ દશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે છ કર્મના બંધની શરૂઆત કરે છે તે એક અંતરમુહૂર્ત સુધી બંધાતું હોવાથી અવસ્થિત બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૫. એક કર્મને અવસ્થિત બંધ કઈ રીતે જાણ?
ઉત્તર : એક કર્મને બંધ અગ્યારમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધીમાં જઘન્યથી એક અંતરમ્હૂર્ત તથા ઉત્કૃષ્ટથી આઠ વર્ષ ન્યૂન પૂર્વકોડ વરસ સુધી થયા કરે છે તે કારણથી અવસ્થિત બંધ ગણાય છે.
પ્રશ્ન ૨૬. અવક્તવ્ય બંધ કેને કહેવાય?
ઉત્તર : જીવ સર્વથા જે કર્મ બાંધતે હોય તેને બંધક થઈ ફરીથી બંધની શરૂઆત કરે તેના પ્રથમ સમયે અવક્તવ્ય બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૭. મૂલ કર્મના બંધસ્થાનેને વિષે અવક્તવ્ય બંધાને કેટલા હોય? શાથી?
ઉત્તર : મૂલ કર્મના બંધસ્થાનને વિષે અવક્તવ્ય બંધસ્થાને એક પણ હોતા નથી કારણકે જીવ મૂલ કર્મને સર્વથા અબંધક ચૌદમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org