________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૪૧
પ્રશ્ન ૭૨૪. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ?
ઉત્તર : ૧૯ પ્રકૃતિઓને અંત થાય છે. વેદનીય-૧, નામ-૧૮ = ૧૯ વેદનીય–૧ઃ શાતા અથવા અશાતા વેદનીય. નામ-૧૮ : પિંડ-૧૧, ત્રસ–૪, સ્થાવર-૩ = ૧૮.
પિંડ-૧૧ • ઔદારિક શરીર-અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ
ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૭૨૫. ચૌદમાં ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૧૧ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૧, નામ-૮, ત્ર-૧ = ૧૧. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. શેત્ર–૧ : ઉચ્ચગેત્ર. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ-૮ : પિંડ-૨, ત્રસ–૬. પિંડ-૨ : મનુષ્યગતિ, પંચે. જાતિ.
ત્રસ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આઇય, યશ. ચૌદ ગુણસ્થાનકેને વિષે પરાવર્તમાન-અપરાવર્તમાન
પ્રકૃતિનું બંધ આશ્રથી સંખ્યા વર્ણન પ્રશ્ન ૭૨૬. ઓથે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન-૨૯ + પરાવર્તમાન–૯૧ = ૧૨૦.
પ્રશ્ન ૭૨૭. પહેલા ગુણસ્થાનકે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન-૮૯ = ૧૧૭.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org