________________
પ્રશોત્તરી ભાગ-૨
૧૫૫
પણ પૂર્ણ ભરેલ છે. હવે અનવસ્થિતને દાણા મૂકવાની શલાકામાં જગ્યા નથી.
હવે શલાકાને ઉપાડીને જે અનવસ્થિત છેલ્લો ભરેલે છે તેની આગળના દ્વીપમાં અને સમુદ્રમાં એક એક દાણે મૂકતા જવું અને શલાકા ખાલી કરે. શલાકા ખાલી થતાં એક સાક્ષી દાણે પ્રતિશલાકામાં નાંખ. હવે શલાકા ખાલી છે. અનવસ્થિત ભરેલો છે. એ ભરેલા અનવસ્થિતને શલાકાના દાણાથી આવેલા છેલ્લા દ્વીપરામુદ્રથી આગળના દ્વીપસમુદ્રમાં એક એક મૂકીને ખાલી કરવો અને પછી એક સાક્ષી દાણો શલાકામાં નવે.
- અત્યારે શલાકા-પ્રતિશલાકામાં એક એક દાણો છે. અને અનવસ્થિત ખાલી થયેલ છે. જ્યાં એ ખાલી થયેલ છે ત્યાં એ એવડે અનવસ્થિત ભરે અને આગળ આગળના દ્વીપસમુદ્રમાં એક એક દાણો મૂકતાં અનવસ્થિત ખાલી કરી એક દાણો શલાકામાં નાંખવે. એ રીતે અનવસ્થિતને ભરતાં અને ઠાલવતાં એક એક બચેલા દાણુ વડે બીજીવાર શલાકા ભરાય પછી અનવસ્થિત ભરે અને શલાકાને આગળના દીપસમુદ્રમાં એક એક દાણે મૂકીને ખાલી કરે અને બીજે દાણે પ્રતિશલાકામાં નાંખવો.
આ રીતે અનવસ્થિતનાં બચાવેલા એક એક દાણું વડે શલાકા - રતાં રહી શલાકાના સાક્ષી દાણુ વડે પ્રતિશલાકામાં નાંખતા જવું અને એ રીતે પ્રતિશલાકા પૂર્ણ ભરો (એ રીતે) એ પછી અનવસ્થિત ભરવાની રીતે શલાકા પૂરો ભાર એ પછી જે અનવસ્થિત આવે તે પૂરો ભરે. આમ ત્રણ પ્યાલા પૂરા ભર્યા છે. એક ચેથા મહાશલાકા ખાલી છે. પ્રતિશલાકા પૂરો ભરાઈ ગયા પછી શલાકાને દાણા મૂકવાને માટે અવકાશ નથી તેથી પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વિીપસમુદ્રમાં
એક એક દાણે મૂક્તાં એને ઉપર કહેલી રીતે ખાલી કરી એક સાક્ષી દાણ મહાશલાકામાં નાંખો અને શલાકાને ખાલી કરી એક સાક્ષી દાણ પ્રતિશલાકમાં નાંખવે અને અનવસ્થિત ખાલી કરી એક દાણો શિલાકામાં નાખો,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org