SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૬૧, ક્ષાયિક ચારિત્ર કેટલા ગુણઠાણ સુધી હોય છે? ઉત્તર : બારમે, તેરમે તથા ચૌદમે એમ ત્રણ ગુણઠાણે હોય છે. પ્રશ્ન ૧૨૬૨, પાંચ દાનાદિ ક્ષાયિક લબ્ધિઓ કેટલા ગુણઠાણે હેય? ઉત્તર : તેરમે તથા ચૌદમે ગુણઠાણે હોય છે. પ્રશ્ન ૧૨૬૩ પશમ ભાવના ૧૮ ભેદ ક્યા કયા હોય છે? ઉત્તર : ૧૮ ભેદો આ પ્રમાણે જાણવા : ૧ મતિ જ્ઞાન, ૨ શ્રત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મનઃપવ જ્ઞાન, ૫ મતિ અજ્ઞાન. પ્રશ્ન ૧૨૬૪. મતિ જ્ઞાન, શ્રત જ્ઞાન, અવધિ જ્ઞાનમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૪ થી ૧૨ સુધીના નવ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૧૨૬૫. મન:પર્યવ જ્ઞાનમાં કેટલા ગુણસ્થાનકો હેય છે? કયા? ઉત્તર : ૬ થી ૧૨ સુધીના સાત ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન ૧૨૬૬. ત્રણ અજ્ઞાનમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : પહેલા ત્રણ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૧૨૬૭. પાંચ દાનાદિ ક્ષપશમ ભાવની લબ્ધિમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૧ થી ૧૨ ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન ૧૨૬૮. ચક્ષુદર્શન–અચક્ષુદર્શનમાં કેટલા ગુણસ્થાનકે હોય? કયા? ઉત્તર : ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૧૨૬૯ અવધિ દર્શનમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૪ થી ૧૨ સુધીના ૯ ગુણસ્થાનકે જાણવા. પ્રશ્ન ૧ર૭૦. ક્ષયોપશમ સમકિતમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૪ થી ૭ સુધીના ચાર ગુણસ્થાનકે જાણવા. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy