SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ પ્રશ્નોત્તરી પ્ર. ૩૨૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા પ્ર. ૩૨ ૧/૧. નવમાં ગુણસ્થાનકના પહેલા તથા બીજા ભાગમાં કેટલી પ્રવૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૫ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૪ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્રા - ૧ અંતરાય - ૫ = ૨૧ પ્ર. ૩૨ ૧/૨. સંજવલન ક્રોધ માન માયામાં બંધ. કેટલા ગુણઠાણા સુધી જાણવો ? ઉ: સંજવલન ક્રોધ માર્ગણામાં ૧ થી ૯૨ ભાગ સુધી બંધ જાણવો. સંજવલન માન માર્ગણામાં ૧ થી ૯૩ ભાગ સુધી બંધ જાણવો. સંજવલન માયા માર્ગણામાં પહેલા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના ચોથા ભાગ સુધી પ્રકૃતિઓનો બંધ જાણવો. સંજવલન લોભ કષાયમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૨૨. સંજવલન લોભ કષાયમાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: સંજવલન લોભ કષાયમાં ૧ થી ૧૦ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૩૨૩. ૧ થી ૯ ગુણસ્થાનકમાં બંધ કોની જેમ જાણવો? ઉ: ૧ થી ૯ ગુણસ્થાનકમાં સંજવલન લોભ માર્ગણામાં બંધ, સંજવલન ક્રોધની માફક જાણવો તે આ પ્રમાણે : મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy