________________
કર્મગ્રંથ-૩
ગઈ ઈદિએ ય કાએ, જોએ વેએ કસાયનાણે યા
સંજમ દંસણ લેસા, ભવસમે સન્નિ આહારે || ર || ભાવાર્થ -
ગતિ, ઈદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત, સન્ની અને આહારી એ ૧૪ માર્ગણાઓ કહેવાય છે. || ૨ |
પ્ર. ૮. માર્ગણાઓના મૂળ કેટલા પ્રકારો છે? ક્યા? ઉ: માર્ગણાઓના મૂળ ચૌદ પ્રકાર છે, તે આ પ્રમાણે છે –
(૧) ગતિમાર્ગણા (૨) જાતિમાર્ગણા (ઈદ્રિયમાર્ગણા) (૩) કાયમાર્ગણા (૪) યોગમાર્ગણા (૫) વેદમાર્ગણા (૬) કષાયમાર્ગણા (૭) જ્ઞાનમાર્ગણા (૮) સંયમમાર્ગણા (૯) દર્શનમાર્ગણા (૧૦) લેશ્યામાર્ગણા (૧૧) ભવ્યમાર્ગણા (૧૨) સમ્યક્તમાર્ગણા (૧૩) સન્નીમાર્ગણા અને (૧૪) આહારીમાર્ગણા
પ્ર. ૯. મૂળ માર્ગણાઓના ઉત્તરભેદો કેટલા કહેલા છે? ક્યા ક્યા? ઉઃ મૂળ માર્ગણાઓના ઉત્તરભેદો દુર કહેલા છે, તે આ મુજબ છે : - ૧ ગતિમાર્ગણાના-૪ ભેદ :
નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ ૨ ઈદ્રિયમાર્ગણાના-૫ ભેદ :
એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય. ૩ કાયમાર્ગણાના-૬ ભેદ :
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને સકાય ૪ યોગમાર્ગણાના-૩ ભેદ -
મનયોગ, વચનયોગ અને કાયયોગ ૫ વેદમાર્ગણાના-૩ ભેદ :
પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ ૬ કષાયમાર્ગણાના-૪ ભેદ :
ક્રોધ, માન, માયા અને લોભ જ્ઞાનમાર્ગણાના-૮ ભેદ :મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org