________________
૧
કર્મગ્રંથ -
૩ પ્રશ્નોત્તરી
બંધ વિહાણ વિમુકકં, વંદિય સિરિ વક્રમાણજિણચંદે । ગઈયાઈસું લુચ્ચું, સમાસઓ બંધ-સામિત્તે ॥ ૧ ||
ભાવાર્થ -
બંધના વિધાનથી-સ્વામિત્વથી મુક્ત એવા શ્રી વર્ધમાન જિનેશ્વરને વંદન કરીને ગતિ આદી માર્ગણાઓને વિષે હું સંક્ષેપથી બંધસ્વામિત્વને કહીશ. || ૧ ||
પ્ર. ૧. મંગલાચરણ ક્યા વિશેષણથી કરેલ છે ?
ઉ : ‘બંધ વિધાનથી મુક્ત' એ વિશેષણ વડે મંગલાચરણ કરેલ છે.
પ્ર. ૨. બંધ વિધાનનો અર્થ શું ?
ઉ : કર્મ પરમાણુઓનો (કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો) જીવ પ્રદેશોની સાથે જે સંબંધ થવો તે બંધ કહેવાય છે. તેનું વિધાન એટલે મિથ્યાત્વાદિ હેતુઓ વડે નવું નવું પેદા કરવું તે.
પ્ર. ૩. શ્રી વર્ધમાન ભગવાન કેવા પ્રકારનાં છે ?
ઉ : બંધ વિધાનથી મુક્ત થયેલાં એવા શ્રી વર્ધમાન જિનેશ્વર ભગવાન છે.
પ્ર. ૪, શું કરીને બંધસ્વામિત્વને કહીશ ?
ઉ : શ્રી વર્ધમાન જિનચન્દ્રને વંદન કરીને બંધસ્વામિત્વને કહીશ.
પ્ર. ૫. બંધસ્વામિત્વ કોને કહેવાય ?
ઉ : જીવ પ્રદેશોની સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો જે સંબંધ થવો તે બંધ કહેવાય છે. તેનું સ્વામિપણું એટલે કે આધિપત્યપણું પ્રાપ્ત કરવું તે બંધસ્વામિત્વ કહેવાય છે.
પ્ર. ૬. એ બંધસ્વામિત્વ કેવી રીત જણાવીશ ?
ઉ : એ બંધસ્વામિત્વ સંક્ષેપથી જણાવીશ, પણ વિસ્તારથી નહિ.
પ્ર. ૭. એ બંધસ્વામિત્વ કોને વિષે જણાવીશ ?
ઉ : એ બંધસ્વામિત્વ ગતિઆદી માર્ગણાઓને વિષે જણાવીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org