________________
૪૩
પ્રશ્નોત્તરી
પ્ર. ૧૪૦. આ જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ
કઈ ?
ઉ : આ જીવોને મિથ્યાત્વના અંતે ૧૩ અથવા ૧૫ પ્રકૃતિઓનો અંત થાય છે.
મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ
નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧
પિંડપ્રકૃતિ-૬ : એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવઢું સંઘયણ, હુંડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ નામકર્મ
સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તા અને સાધારણ
આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્ય આ બેનો અંત અધિક ગણતા ૧૫નો અંત થાય છે.
પ્ર. ૧૪૧. આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં : આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૯૬ અથવા ૯૪ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
પ
દર્શનાવરણીય
૯
વેદનીય -૨ નામ- ૪૭
મોહનીય
૨૪
૨ અથવા૦
ગોત્ર
૨
૫ ૯૬ અથવા ૯૪
આયુષ્ય
અતંરાય
નામ-૪૭ : ડિપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર- ૬ = ૪૭
પિંડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧થી ૫ સંઘયણ, ૧થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨વિહાયોગતિ, તિર્યંચ- મનુષ્યાનુપૂર્વી
-
-
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય અને અયશ
તત્વ તો બહુશ્રુતો જાણે
પ્ર. ૧૪૨. સાસ્વાદન ગુણસ્થાનકે આ જીવો આયુષ્યનો બંધ શા માટે ન કરે ?
ઉ : સાસ્વાદન ગુણસ્થાનકે આ જીવો આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે એકેન્દ્રિય માર્ગણામાં બીજું સાસ્વાદન ગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં હોય છે. સાસ્વાદન ગુ ણસ્થાનકનો કાળ છ આવલિકા જેટલો હોય છે. જ્યારે અપર્યાપ્તાવસ્થાનો કાળ વધારે હોય છે. તે કારણથી શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે સાસ્વાદન ગુણસ્થાનકનો અંત થાય છે. આયુષ્યનો બંધ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી થાય છે તે વખતે સાસ્વાદન ગુણસ્થાનક હોતું નથી માટે આયુષ્યનો બંધ ધટતો નથી એમ લાગે છે. ૯૪ પ્રકૃતિઓનો બંધ ઠીક લાગે
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org