________________
૧૭
પ્રશ્નોત્તરી
પ્ર. પ૩. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને જિનનામ અને આહારકટ્રિક એ ત્રણ શા માટે બંધાતી નથી ?
ઉ : પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને ભવ પ્રત્યયથી જિનનામ કર્મ બંધાતું નથી તે કારણથી બાંધતા નથી તથા આ જીવોને પાંચ ગુણસ્થાનક હોય છે તે કારણથી સાતમે ગુણસ્થાનકે બંધાતી આહારકદ્ધિક એ બે પ્રકૃતિ બાંધતા નથી.
વિષ્ણુ નિરય સોલ સાસણિ સુરાઉઅણુ એગતીસ વિષ્ણુ મીસે । સસુરાઉ સયરિ સમ્મૂ બીયકસાએ વિણા દેસે ।। ૯ ।।
ભાવાર્થ :
નરક આદિ ૧૬ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે બીજાના અંતે અનંતાનુબંધી-૩૧ પ્રકૃતિનો અંત થાય દેવાયુષ્યનો અબંધ થાય, દેવાયુષ્ય સહિત સમ્યક્ત્વ ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય-૪ કષાય વિના ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. । ૯ ।
પ્ર. ૫૪. પંચેન્દ્રિય તિર્યંચોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત ધાય છે ? કઈ
કઈ ?
ઉ : પંચેન્દ્રિય તિર્યંચોને મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય અને નપુંસકવેદ
આયુષ્ય-૧ : નરકાયુષ્ય
નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવકું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વી
પ્રત્યેક-૧ : આતપ
સ્થાવર-૪ : સ્થાવર, સુક્ષ્મ, અપર્યામા, સાધારણ
પ્ર. ૫૫. પંચેન્દ્રિય તિર્યંચોને બીજા ગુણઠાણે કેટલી પકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : પંચેન્દ્રિય તિર્યંચોને બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય
–
Jain Education International
-
૫૧ ગોત્ર
મોહનીય ૨૪ આયુષ્ય મોહનીય-૨૪ : ૧૬ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ અને સ્ત્રીવેદ
૩ નામ
-
-
ર
૨ અંતરાય - ૫ = ૧૦૧
-
For Private & Personal Use Only
www.jainelibrary.org