________________
કર્મગ્રંથ-૩
૧૪ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ ર-વિહયોગતિ, મનુ ધ્યાનપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ
પ્ર. ૪૬. સાતમી નારકીના જીવોને ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ?
ઉ: સાતમી નારકીના જીવોને ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પ્ર. ૪૭. સાતમી નારકીના જીવોને પહેલે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : સાતમી નારકીના જીવોને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધ હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૧ નામ - ૪૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૯૬. નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૪૭.
પિંડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ અને તિર્યંચાનું પૂર્વી.
ગોત્ર-૧ : નીચગોત્ર.
પ્ર. ૪૮. સાતમી નારકીના જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ સાતમી નારકીના જીવોને મિથ્યાત્વના અંતે પાંચ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય તથા નપુંસકવેદ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org