________________
૧૩
પ્રશ્નોત્તરી - પ્ર. ૪૩. ચોથા અવિરતિ ગુણસ્થાનકે ચાર થી છ નરકમાં રહેલા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ ચાર થી છ નરકમાં રહેલા જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૧ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ. નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
સાતમી નારકીમાં બંધ સ્વામિત્વનું વર્ણન અજિણ મણુઆઉ ઓહે, સત્તમિએ નરદુગુચ્ચ વિણુ મિચ્છા * ઈગ નવઈ સાસાણે, તિરિ આઉ નપુંસચઉ વૐ | ૭ ||
ભાવાર્થ -
સાતમી નારકીમાં જિનનામ તથા મનુષ્પાયુષ્ય વિના ઓઘે બંધ જાણવો મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે બંધ જાણવો. તિર્યંચાયુષ્ય, નપુંસકચતુષ્ક વિના સાસ્વાદન ગુ સ્થાનકે ૯૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જે ૭ II પ્ર. ૪૪. સાતમી નારકીના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉઃ સાતમી નારકીના જીવો મરીને નિયમો પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય છે, તેથી મનુષ્પાયુષ્ય બાંધતા નથી.
પ્ર. ૪૫. સાતમી નારકના જીવોને ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ સાતમી નારકના જીવોને ઓથે બંધમાં ૯૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય
આયુષ્ય - ૧ નામ - ૪૯ ગોત્ર
- ૨ અંતરાય - ૫ - ૯૯ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org