________________
પ્રશ્નોત્તરી
૧૪૯
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે.
પ્ર. ૫૮૮. બાસઠે બાસઠ માર્ગણામાં બંધાય એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
ઉ : બાસઠે બાસઠ માર્ગણામાં બંધાય એવી ૧ પ્રકૃતિ હોય છે.
વેદનીય-૧ : શાતાવેદનીય
પ્ર. ૫૮૯. ઓગણસાઠ માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં : ઓગણસાઠ માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી ૧૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય- ૫ = ૧૬ નામ-૧ : યશનામકર્મ
ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પ્ર. ૫૯૦. અઠ્ઠાવન માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : અઠ્ઠાવન માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી ૪૦ પ્રકૃતિઓ હોય છે.
દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા
વેદનીય-૧ : અશાતાવેદનીય
મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્ય ષટ્ક અને પુરૂષવેદ નામ-૨૬ : પિંડપ્રકૃતિ-૯, પ્રત્યેક-૫, ત્રસ-૯, સ્થાવર-૩ = ૨૬ પિંડપ્રકૃતિ-૯ : પંચેન્દ્રિયજાતિ, તૈજસ શરીર, કાર્પણ શરીર, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપગાત
ઞસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર, અને આદેય
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ
પ્ર. ૫૯૧. ચોપન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે ? કઈ કઈ ? ઉ : ચોપન માર્ગણાવાળા જીવો ૪ પ્રકૃતિઓ બાંધે છે.
મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org