________________
૧૪૧
પ્રશ્નોત્તરી પ્ર. ૫૪૯. નરકાયુષ્ય પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નરકાયુષ્ય પ્રકૃતિને ૨૯ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી અને આહારી એમ ૨૯ થાય છે.
પ્ર. ૫૫૦. તિર્યંચાયુષ્યનો બંધ કેટલી માર્ગણાવાળા બાંધે છે? ક્યા ક્યા? ઉઃ તિર્યંચાયુષ્ય પ્રકૃતિ ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ ચારિત્ર, સમી, અસગ્ની તથા આહારી એમ ૪૪ થાય છે.
પ્ર. પ૫૧. મનુષ્યાયુષ્ય પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા?
ઉ : મનુષ્પાયુષ્ય પ્રકૃતિને ૪૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ૩ જ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસત્રી તથા આહારી એમ ૪૮ થાય છે.
પ્ર. પ૫ર. દેવાયુષ્ય પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ દેવાયુષ્ય પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ * જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેયા ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક સમકીત, સન્ની, અસશી, તથા આહારી એમ ૪૪ થાય છે.
પ્ર. પ૫૩. નરકગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નરકગતિ પ્રકૃતિને ૨૯ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરિત ચરિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સમી, અસત્રી તથા આહારી એમ ૨૯ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org