________________
૧૩૮
કર્મગ્રંથ-૩ તિસુદુસુ સુક્કાઈગુણા ચઉ સગ તેરત્તિ બંધ સામિત્ત ! દેવિંદસૂરિ લિહિયં (રઈએ) નેઅ કમ્પત્યય સોઉ || ૨૫ II
ભાવાર્થ :
પહેલી ત્રણ લેયામાં ચાર ગુણસ્તાનકો હોય છે, તેજો તથા પદ્મ લેગ્યામાં સાત ગુ ણસ્થાનકો હોય છે અને શુકલ લેગ્યામાં તેર ગુણસ્થાનકો હોય છે. આ રીતે દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખેલા કર્મતત્ત્વને અનુસરીને આ જાણવો. | ૨૫ //
પ્ર. ૫૩૪. આ બંધ સ્વામિત્વ કોણે લખ્યો છે? ઉ : આ બંધ સ્વામિત્વ દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખ્યો છે. પ્ર. ૫૩૫. આ બંધ સ્વામિત્વ કેવી રીતે જાણવા યોગ્ય છે?
ઉ: આ બંધ સ્વામિત્વ પ્રકરણ બીજા કર્મસ્તવને જાણીને એટલું યાદ રાખીને જાણવા યોગ્ય છે.
પદાર્થરૂપે બંધ-સ્વામિત્વનું વર્ણન
પ્ર. પ૩૬. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ એ ૧૪ પ્રકૃતિઓ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? કઈ કઈ ?
ઉ: જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય પ એ ચૌદ પ્રકૃતિઓ ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે છે.
કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર સિવાય પ૯ માર્ગણાવાળા બાંધે છે.
પ્ર. ૫૩૭. નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, સિદ્ધિ ( થીણધ્ધિત્રિક) આ ત્રણ પ્રકૃતિઓ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? કઈ કઈ ?
ઉથીણધ્ધિત્રિક પ્રવૃતિઓને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે . ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૩ યોગ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી થઈને ૪પ થાય છે.
પ્ર. ૫૩૮. નિદ્રા તથા પ્રચલા, આ બે પ્રકૃતિઓ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? કઈ કઈ?
ઉ : નિદ્રા તથા પ્રચલા, આ બે પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org