________________
૧૦૭
પ્રશ્નોત્તરી
-: કેવલજ્ઞાન કેવલદર્શન માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન :
પ્ર. ૩૯૮. આ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા ક્યા? ઉઃ આ માર્ગણામાં ૧૩ અને ૧૪ બે ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૯૯. તેરમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
: તેરમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન એ
ચાર માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૦૦. આ ચાર માર્ગણાઓમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉઃ આ ચાર માર્ગણામાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૦૧. આ ચાર માર્ગણાઓમાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આ ચાર માર્ગણાઓમાં ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૯ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૯ નામ-૩૯ પિંડપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૯
પિડપ્રકૃતિ-૨૦ : દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫- શરીર, ૩-અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુ
મૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ પ્ર. ૪૦૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? ઉ: ઓઘમાંથી ર પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર અને આહારક અંગોપાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org