________________
પ્ર ૩૫. આ સાત પ્રકારના મિથ્યાત્વમાંથી અવ્યવહાર રાશીમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? કયા કયા ?
ઉ. : એક નિસર્ગ મિથ્યાત્વ.
પ્ર. ૩૬. વ્યવહાર રાશીમાં સાત પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ?
ઉ.: વ્યવહાર રાશીમાં રહેલા જીવોને વિષે સાતે સાત પ્રકારના મિથ્યાત્વ ઘટે છે.
પ્ર. ૩૭. જાતિભવ્ય જીવોમાં સાત પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ?
ઉ. : એક. નિસર્ગ રૂચિ મિથ્યાત્વ.
પ્ર. ૩૮/૧. અભવ્ય જીવોમાં સાત પ્રકારનાં મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારનાં મિથ્યાત્વ ઘટી શકે છે ?
ઉ. : પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ વ્યક્ઝાહી મિથ્યાત્વ (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ.
પ્ર. ૭૮/૨. અભવ્ય જીવોમાં વૈયિક તથા સાંશયિક મિથ્યાત્વ શા માટે ન હોય ?
ઉ. : વૈયિક મિથ્યાત્વ લઘુકર્મી ભવ્ય જીવોમાં હોય છે. વિનય કરતાં કરતાં ગુણ પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે અભવ્ય જીવોને ગુણ પ્રાપ્તિ હોતી નથી માટે ઘટતું નથી તથા સાંશયિક મિથ્યાત્વ લઘુકર્મી જીવોને હોય છે તે કારણથી ઘટતું નથી. અભવ્ય જીવોને તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા પેદા કોઈ કાળે થતી નથી માટે સંશય હોતો નથી.
પ્ર. ૩૯. દુર્ભવ્ય જીવોમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે ? કયા કયા ?
ઉ. : પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ વ્યંધ્રાહી મિથ્યાત્વ અને (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ.
પ્ર. ૪૦. ભારે કર્મી ભવ્ય જીવોમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે? કયા
કયા ?
ઉ.: પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ બુઢ્ઢાહી મિથ્યાત્વ અને (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ.
પ્ર. ૪૧. દુર્લભબોધિ ભવ્ય જીવોને વિષે કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે? કિયા કયા ?
ઉ.: પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ યુગ્રાહી મિથ્યાત્વ (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ.
જ્યાં સુધી દુર્લભ બોધિપણું જીવોમાં રહે ત્યાં સુધી ઘટે. પ્ર. ૪૨. લઘુકર્મી આત્માને વિષે કેટલા મિથ્યાત્વ ઘટે ? કયા કયા?
CO
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org