________________
પ્ર. ૨૭. બીજી રીતે મિથ્યાત્વના કેટલા પ્રકારો કહ્યા છે? કયા કયા?
ઉ. સાત. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) સાંશયિક મિથ્યાત્વ (૩) વૈયિક મિથ્યાત્વ (૪) પૂર્વ યુદ્ ગ્રાહી મિથ્યાત્વ (૫) વિપરીત રૂચિ મિથ્યાત્વ (૬) નિસર્ગ મિથ્યાત્વ અને (૭) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ.
પ્ર. ૨૮. ઐકાંતિક મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ. : જીવ સર્વથા ક્ષણિક છે કે અક્ષણિક, સગુણ છે કે નિર્ગુણ જ છે. એમ વિચારણા જે કરવી-કહેવું તે ઐકાંતિક મિથ્યાત્વ કહેવાય છે.
પ્ર. ૨૯. સાંશયિક મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ.: શ્રી વીતરાગ પરમાત્માએ જીવ, અજીવાદિ જે પદાર્થો કહેલા છે તે સાચા હશે કે નહિ, ઈત્યાદિ રૂપ વિચારણા કરવી, સંકલ્પ કરવો તે સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે.
પ્ર. ૩૦. વૈનયિક મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ.: સર્વે આગમો, શાસ્ત્રો, લિંગવેષવાળા, સર્વ દેવો, સર્વ ધર્મ. હંમેશા સરખાં જ છે. એવા પ્રકારની જે બુદ્ધિ હોય તેને શ્રી જિનેશ્વરોએ વૈયિક મિથ્યાત્વ કહેલું છે.
પ્ર. ૩૧. પૂર્વ વૃદુ ગ્રાહી મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ. : જેમ ચામડીયાના ટોળામાં ચામડાના ટૂકડાનું ભોજન હોય તેવા કુહેતુ અને કુદ્રષ્ટાંતોથી જે જીવો ભરમાવેલાં હોય કે જે સાચા તત્ત્વને ન પામે તે પૂર્વ ભૂદ્ ગ્રાહી મિથ્યાત્વ કહેવાય છે.
પ્ર ૩૨. વિપરીત રૂચિ મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ. : તાવ આવેલાને મધુર રસ ચખાડો તો કડવો લાગે અને કડવો રસ મધુર લાગે તેમ આ રૂચિવાળો જીવ ખોટાને ખરૂં માને અને ખરાને ખોટું માને તે વિપરીત રૂચિ મિથ્યાત્વ કહેવાય છે. જેમ તાવ વગેરે રોગોમાં કુપચ્ય સેવવાનું મન થાય તેમ આ વિપરીત રૂચિ મિથ્યાત્વ વિષે કુદેવાદિમાં જ રૂચિ હોય છે.
પ્ર. ૩૩. નિસર્ગ મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ.: જન્માંધ પુરૂષની જેમ સારા રૂપને કે ખરાબ રૂપને સર્વધા ન જાણે તેમ જે જીવો તત્ત્વને તત્ત્વ રૂપે અતત્ત્વને અતત્ત્વ રૂપે સ્વભાવથી જ ન સમજે તે નિસર્ગ મિથ્યાત્વ કહેવાય છે.
પ્ર. ૩૪. મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ. જે જીવો યુક્ત-અયુક્તનો વિચાર ન કરનાર રાગીને દેવ કહે, સ્ત્રી પરિગ્રહ આદિ સંગવાળાને ગુરૂ કહે તથા પ્રાણીની હિંસામાં ધર્મ કહે તે મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ કહેવાય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org