________________
પ્ર. ૧૯. ભારેકર્મી ભવ્ય જીવો કોને કહેવાય ?
ઉ. જે જીવોના સહજ મળનો હ્રાસ ન થયો હોય તે જીવોને ભારે કર્મી કહેવાય છે. આવા જીવોને ગ્રંથિ દેશે આવ્યા છતાં, ઉત્તમ કોટિની ધર્મસામગ્રી મળવા છતાં ય ગ્રંથિને ઓળખવાનું, ભેદવાનું ને સમકિત આદિ પ્રાપ્ત કરવાનું મન થતું નથી.
પ્ર. ૨૦. લઘુકર્મી ભવ્ય જીવો કોને કહેવાય ?
ઉ.: જે જીવોના સહજ મળનો હ્રાસ થયો હોય તે જીવો લઘુકર્મી કહેવાય છે. આવા જીવોને ધર્મસામગ્રીનો યોગ થાય તો ધર્મ પામવાની યોગ્યતા ધરાવે છે.
પ્ર. ૨૧. દુર્લભ બોધિ ભવ્ય જીવો કોને કહેવાય ?
ઉ. : જે જીવો પૂર્વે સમકિત પામેલા હોય પછી કોઈ નિકાચીત કર્મના ઉદયથી જિનેશ્વર ભગવંતના તત્ત્વો ઉપર અશ્રદ્ધા પેદા થવાથી કે શ્રી અરિહંત પરમાત્માદિની આશાતનાથી મિથ્યાત્વને પામેલા હોય તે જીવોનો સંસાર પરિભ્રમણકાળ સંખ્યાતાભવો, અસંખ્યાતાભવો કે અનંતાભવો પણ હોય તે જીવોને દુર્લભ બોધિ ભવ્ય જીવો કહેવાય છે,
પ્ર. ૨૨. આ જ પ્રકારના જીવોમાંથી અવ્યવહાર રાશીમાં કેટલા પ્રકાર ઘટી શકે ? કયા કયા ?
ઉ.: પાંચ. (૧) જાતિભવ્ય જીવો (૨) અભવ્ય જીવો (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો તથા (૫) દુર્ભવ્ય જીવો.
પ્ર. ૨૩. આ જ પ્રકારના જીવોમાંથી વ્યવહાર રાશીમાં કેટલા પ્રકારનાં જીવો ઘટે છે ? કયા કયા ?
ઉ. : પાંચ. (૧) અભવ્ય જીવો (૨) દુર્ભવ્ય જીવો (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો (૫) દુર્લભબોધિ ભવ્ય જીવો.
પ્ર. ૨૪. અવ્યવહાર રાશીમાં રહેલા જીવો ચરમાવર્તકાળને પ્રાપ્ત કરી
શકે ?
ઉ. અવ્યવહાર રાશીમાં રહેલા જીવો પણ ચરમાવર્તકાળને પ્રાપ્ત કરી શકે છે.
પ્ર. ૨૫. વ્યક્ત મિથ્યાત્વનો ભેદ ઘટી શકે એવા આ છ પ્રકારનાં જીવોમાંથી કેટલા હોય છે ? કયા કયા ?
ઉ.: પાંચ. (૧) અભવ્ય જીવો (૨) દુર્ભવ્ય જીવો (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો તથા (૨) દુર્લબોધિ ભવ્ય જીવો.
પ્ર. ૨૬. અવ્યક્ત મિથ્યાત્વ જ હોય તેવા જીવભેદો કેટલા હોય છે ? કયા કયા ?
ઉ.: બે. (૧) જાતિભવ્ય જીવો (૨) જે અભવ્ય જીવો અવ્યવહાર રાશીમાંથી કદી વ્યવહાર રાશીમાં આવવાના નથી તેવા અભવ્ય જીવો.
૮
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org