SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચારપણું લગાડયા કરવું. નીલ લેશ્યા, કાપોત લેશ્યામાં રહેવું તથા અપ્રત્યાખ્યાનીય જેવા કષાયો રાખવા એ તિર્યંચાયુષ્ય બાંધવાના કારણો કહ્યા છે. પ્ર. ૫૦૫. મનુષ્યાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. ઃ અલ્પ પરિગ્રહ તથા અલ્પારંભ, સ્વાભાવિક સરળતા, કાપોત લેશ્યા તથા તેજો (પીત) લેશ્યાના વિચારમાં રહેવું, ધર્મધ્યાનમાં રક્ત રહેવું પ્રત્યાખ્યાનીય જેવા અલ્પકષાયો રાખવા, મધ્યમ પરિણામ રાખવા, દાનદેવાપણું, દેવ તથા ગુરુજનોનું પૂજન, લોકસમૂહમાં મધ્યસ્થપણું રાખવું એ મનુષ્યાયુષ્યના કારણો કહેલા છે. અવિરયમાઇ સુરાઉં, બાલતવોડકામનિજ્જરો જયઇ । સરલો અગારવિલ્લો, સુહનામં અન્નહા અસુહં || ૫૮ || ભાવાર્થ : અવિરત આદિ જીવો, બાલતપસ્વી, અકામ નિર્જરા કરનારો દેવાયુષ્ય બાંધે છે, સરલ અને ગારવ રહિત જીવો શુભ નામકર્મ તથા તેનાથી વિપરીત જીવો અશુભ નામકર્મ બાંધે છે. પ્ર. ૫૦૬. દેવાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. ઃ સરાગ સંયમપણું, દેશિવરતિ સંયમપણું, સમક્તિપણું, અકામ નિર્જરા કરવી, કલ્યાણ મિત્રનો પરિચય કરવો, ધર્મ શ્રવણ ક૨વાનો સ્વભાવ, સુપાત્ર દાન કરવું, તપ, શ્રદ્ધા, ત્રણ-રતનની (જ્ઞાન-દર્શન તથા ચારિત્ર) આરાધના કરવી. મૃત્યુ કાળે પણ પદ્મ લેશ્યા તથા પીત એટલે તેજો લેશ્યાના પરિણામમાં રહેવું, બાલતપ ક૨વો, અગ્નિ યા જળ વગેરેનાં સાધનો વડે મૃત્યુ પામવું, ગળે ફાંસો ખાવો, અવ્યક્ત સામયિક વગેરે કરવું, એટલે સમજપૂર્વક સમભાવ ન કરતાં અણસમજપૂર્વક સમભાવ પેદા થાય તે વગેરે દેવાયુષ્ય બાંધવાના કારણો કહેલા છે. પ્ર. ૫૦૭. શુભ નામકર્મ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. ઃ સંસારની ભીરૂતા રાખવી, પ્રમાદનો ત્યાગ કરવો, સદ્ભાવ પેદા કરવાનો પુરૂષાર્થ કરવો, ક્ષમા વગેરે ગુણો મેળવવા પ્રયત્ન કરવા, ધાર્મિક પુરૂષોનું દર્શન કરવું. તેમના ગુણોનું વર્ણન તથા તેમનો સત્કાર વગેરે કરવો એ શુભ નામકર્મ બાંધવાના આશ્રવો કહેલા છે તથા પ્રકૃતિથી સરલ સ્વભાવી, ૨સ ગારવ, ઋદ્ધિ ગારવ તથા શાતા ગારવથી રહિતપણું વગેરે શુભ નામકર્મ બાંધવાનાં કારણો છે. પ્ર. ૫૦૮. અશુભ નામકર્મ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : મન, વચન, કાયાથી વક્રતા રાખવી, બીજાઓને છેતરવાનો પ્રયત્ન કરવો, માયા પ્રયોગ કરવો, મિથ્યાત્વ, પિશૂનતા, ચિત્તની ચપળતા, બનાવટી સુવર્ણ વગેરે બનાવવા, બનાવટી નાણું-નોટો-સિક્કા વગેરે બનાવવા. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વગેરે બદલાવી વસ્તુ દેખાડવી, વેચવી, ભેળસેળ કરવો, કોઈના અંગઉપાંગ કાપવા કપાવવા, યંત્ર તથા પંજરની ક્રિયા, ખોટાં માપ, ખોટા તોલા, તથા ખોટાં ત્રાજવા બનાવવા, Jain Education International ૮૨ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy