SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વાપરવા, અન્યની નિંદા, આત્મ પ્રશંસા કરવી, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મનું સેવન, મોટા આરંભ, મોટા પરિગ્રહ, કઠોર વચન બોલવા તથા કનિષ્ટ ભાષણ કરવું, (જ્જવળ વેશાદિકનો મદ ક૨વો, વાચાળપણું, આક્રોશ કરવો, સૌભાગ્યનો ઉપઘાત, કામણ કરવું, ત્યાગીપણાની વિડંબનાથી, દાંભિકપણાથી, ઉન્માર્ગ ગમન, યતિ વગેરે થઈને બીજાઓને કૌતુક વગેરે ઉત્પન્ન કરવું, વેશ્યા પ્રમુખને અલંકાર આપવા, દાવાનળ સળગાવવો, દેવાદિકના મિષથી ગંધાદિક વસ્તુની ચોરી કરવી, તીવ્ર કષાય, ચૈત્ય ઉપાશ્રય, ઉદ્યાન અને પ્રતિમાઓનો વિનાશ કરવો અને અંગારાદિક પંદર કમિદાનના આરંભ વગેરે ક્રિયાઓ કરવી એ સર્વે અશુભ નામકર્મ ઉપાર્જન કરવાના કારણો કહેલા છે. ગુણપેહી મયરહિઓ, અલ્ઝયણ-જ્ઝાવણારુઇ નિચ્ચું । કુણઇ જિણાઇભત્તો, ઉચ્ચ નીઅં ઇઅરહા ઉ || ૫૯ ॥ ભાવાર્થ : બીજાના ગુણોને જોનારો, મદરહિત, ભણવા તથા ભણાવવામાં રસિક, જિનેશ્વર ભગવંત આદિનો ભક્ત એ ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે અને તેનાથી વિપરીત જીવો નીચ ગોત્રનો બંધ કરે છે. પ્ર. ૫૦૯. ઉચ્ચ ગોત્રનો બંધ કયા કયા કારણોથી થાય ? ઉ. : નાના યા મોટા માણસના ગુણો દેખાય તે ગુણોને જોઈને આનંદ પામવો, મેળવવાનું મન થયું અને પોતાના દોષોને જોનારો, આઠ પ્રકારના મદથી રહિત, ભણવા તથા ભણાવવામાં તત્પર હોય, મન, વચન, કાયાથી વિનયને કરનારો, જિનેશ્વરદેવ, સુગુરુ તથા ધર્મ અને સાધર્મીકની સેવામાં ભક્તિવાળો, સરલ, આવા જીવો ઉચ્ચ ગોત્રને બાંધે છે. આ ઉચ્ચ ગોત્ર બાંધવાના કારણો કહેલા છે. પ્ર ૫૧૦. નીચ ગોત્ર બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : પારકાની નિંદા કરવી, અવજ્ઞા કરવી, પારકાનો ઉપહાસ એટલે મશ્કરી કરવી, પારકાના સદ્ગુણોનો લોપ કરવો, પારકાનાં છતાં અછતાં દોષોને પ્રગટ કરવા, પોતાની પ્રશંસા કરવી, પોતાના છતાં અછતાં ગુણોના વખાણ ક૨વા, પોતાના દોષોનું આચ્છાદન કરવું અને જાતિ, કુળ, બળ, ઐશ્વર્ય આદિ વગેરેનો મદ કરવો આ નીચ ગોત્ર બાંધવાના કારણો છે. જિણપૂઆ-વિગ્ટયરો, હિંસાઇ-પરાયણો જયઇ વિગ્ધ । ઈઅ કમ્મવિવાગોડયું, લિષિઓ દૈવિંદસૂરીહિં || ૬૦ || ભાવાર્થ : જિનપૂજામાં વિઘ્ન કરનારો, હિંસાદિ અઢારે પાપોમાં આસક્ત અંતરાય કર્મ ઉપાર્જન કરે છે આ પ્રમાણે કર્મના વિપાકને શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે લખ્યો છે. Jain Education International ૩ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy