________________
કેળવવો. સ્વભાવથી અલ્પ કષાયો રાખવા અને સરલતાવાળો શુભ આચાર રાખવો એ પુરૂષવેદ ઉપાર્જન કરવાના આશ્રવો કહેલા છે.
પ્ર. ૫૦૦. સ્ત્રીવેદ બાંધવાના કારણો કયા કયા છે ?
ઉ. : ઈષ્ય રાખવી, વિષયોને વિષે લોલુપતા રાખવી, મૃષાવાદ બોલવું, અતિવક્રતા એટલે કુટિલતા (માયા)વાળો સ્વભાવ રાખવો, પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ રાખવી એ સ્ત્રીવેદ ઉપાર્જન કરવાના આશ્રવો કહેલા છે.
પ્ર. ૫૦૧. નપુંસક વેદ બાંધવાના કારણો કયા કયા છે ?
ઉ. સ્ત્રી તથા પુરૂષ બન્નેનાં અંગોને સ્પર્શ ચુંબન આદિ અનંગ સેવા કરવાની ભાવનાથી, તીવ્ર કષાય કરવાથી, તીવ્ર કામેચ્છા કરવાથી, પાખંડ તથા સ્ત્રીના વ્રતનો ભંગ કરવા વગેરેથી નપુંસક વેદ બંધાય છે.
પ્ર. ૫૦૨. ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના કારણો ક્યા ક્યા છે ?
ઉ. : સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ટ લોકોને વિધ્ધ કરવા, મધુમાંસાદિથી અવિરત પુરૂષોની પાસે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિ પુરૂષોને વારંવાર અંતરાય કરવો, અવિરતપણે સ્ત્રી આદિના ગુણોનું આખ્યાન કરવું, ચારિત્રને પણ આપવું તથા બીજાઓનાં કષાયો તથા નોકષાયોની ઉદરણા કરવી એ ચારિત્ર મોહનીય કર્મ બાંધવાનાં સામાન્ય કારણો કહેલા છે.
પ્ર. ૧૦૩. નરકાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ?
ઉ. : પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરવો, મહારંભ તથા મહાપરિગ્રહ કરવામાં તત્પરતા રાખવી, માંસ ભોજન, સદાસ્થિર વૈરબુદ્ધિ રાખવી, રૌદ્રધ્યાન રાખવું, અનંતાનુબંધી કષાય રાખવા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાના ધ્યાનમાં રહેવું, અસત્ય ભાષણ, પરદ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુનનું સેવન કરવું અને ઇન્દ્રિયોને સંયમમાં ન રાખવી, વગેરે નરકાયુષ્ય બાંધવાના કારણો કહેલા છે.
તિરિઆઉ ગૂઢહિઅઓ, સઢો સસલો તથા મણુસ્સાઊ .
પયઈઈ તણુકસાઓ, દાણઈ મઝિમગુણો અ + પ૭ | ભાવાર્થ :
ગૂઢ હૃદયવાળો, શઠ અને શલ્ય સહિત જીવો તિર્યંચ આયુષ્યનો બંધ કરે છે. પ્રકૃતિથી અલ્પ કષાયવાળો, દાનરુચિવાળો તથા મધ્યમ ગુણોને ધારણ કરનારો જીવ મનુષ્પાયુષ્યનો બંધ કરે છે.
પ્ર. ૫૦૪. તિર્યંચાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ?
ઉ.: ઉન્માર્ગે ચાલવાની દેશના, માર્ગનો નાશ, ગુપ્ત રીતે ધનનું રક્ષણ કરવું, આર્તધ્યાન, શલ્ય સહિતપણું (માયા શલ્ય, નિયાણ શલ્ય તથા મિથ્યાત્વ શલ્ય એ ત્રણ શલ્યો કહ્યા છે.) આરંભ તથા પરિગ્રહમાં આસક્તિ, શીયળમાં તથા વ્રતમાં
૮૧
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org