________________
ભાવાર્થ :
કષાય, હાસ્યાદિ તથા વિષયોમાં આસક્ત થયેલો જીવ બન્ને પ્રકારના ચારિત્ર મોહનીય કર્મને ઉપાર્જન કરે છે. મહારંભ તથા મહાપરિગ્રહવાળો, રૌદ્રધ્યાનવાળો જીવ નરક આયુષ્યને ઉપાર્જન કરે છે.
પ્ર. ૪૯૨. કષાય મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ?
ઉ.: કષાય મોહનીયમાં આસક્ત થયેલો જીવ કષાય મોહનીય કર્મ ઉપાર્જન કરે છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ થવા તે કષાય મોહનીય કામ બાંધવાના કારણો કહ્યા છે.
પ્ર. ૪૯૩. હાસ્ય મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ?
ઉ.: મશ્કરી કરવાની ટેવ, અકામ ઉપહાસ, વિશેષ હસવાનો સ્વભાવ બહુ બોલવાપણાથી અને દૈન્યપણું બતાવનારી યુક્તિઓથી જીવો હાસ્ય મોહનીય કર્મ ઉપાર્જન કરે છે.
પ્ર. ૪૯૪. રતિ મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ?
ઉ. : અનેક દેશો વગેરે જોવાની ઉત્કંઠા કરવાથી અનેક પ્રકારની રમતો રમવાથી, તથા અનેક પ્રકારના ખેલો કરવાથી, બીજાના ચિત્તને આકર્ષણ કરવાથી, વશ કરવાથી જીવો રતિ મોહનીય કર્મ ઉપાર્જન કરે છે.
પ્ર. ૪૯૫. અરતિ મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે?
ઉ. અસૂયા કરવાથી એટલે કે ગુણોને વિષે દોષોનું આરોપણ કરવાથી, પાપ કરવાનાં સ્વભાવથી, બીજાના આનંદનો નાશ કરવાથી, અને કોઈનું ખરાબ (અકુશળ) થતું હોય તે જોઈને ઉપહાસ (મશ્કરી કરવાથી જીવો અરતિ મોહનીય કર્મ બાંધે છે.
પ્ર. ૪૯૬. શોક મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ?
ઉ. પોતે શોક ઉત્પન્ન કરી શોક કરવો તથા બીજાને શોક ઉત્પન્ન કરાવવો અને રૂદન (રોવા)માં અતિ આસક્તિ રાખવી તે શોક મોહનીય કર્મ બાંધવાના આશ્રવો કહેલા છે.
પ્ર. ૪૯૭. ભય મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ?
ઉ.: પોતાના ભયના પરિણામ બીજા જીવોને ભય પમાડવો, ત્રાસ ઉપજાવવો તથા નિદયપણું રાખવું એ ભય મોહનીય કર્મ બાંધવાના કારણો છે.
પ્ર. ૪૯૮. જુગુપ્સા મોહનીય કર્મ બાંધવાના કારણો કયા કયા છે ?
ઉ. : ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા, તેમના તરફ તિરસ્કાર બતાવવો તથા સદાચારની નિંદા કરવી એ જુગુપ્સા મોહનીય બાંધવાના કારણો છે.
પ્ર. ૪૯૯. પુરૂષવેદ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : પોતાની સ્ત્રી માત્રમાં સંતોષ રાખવો, ઈષ્ય રહિતપણાનો સ્વભાવ
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org