SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : અગિયાર. (૧) લાલ વર્ણ (૨) પીળો વર્ણ (૩) સફેદ વર્ણ (૪) સુગંધ (૫) તુરો (કસાય) રસ (૬) ખાટો રસ (૭) મીઠો રસ (૮) લઘુ સ્પર્શ (૯) મૃદુ સ્પર્શ (૧૦) સ્નિગ્ધ સ્પર્શ (૧૧) ઉષ્ણ સ્પર્શ. ચઉહગઇ-છુપુથ્વી, ગઇપુલ્વિદુર્ગ તિનં નિયાઉજીએં । પુથ્વીઉદઓ વક્કે, સુહઅસુહવસુટ્ટવિહગગઈ ૪૨ ॥ ભાવાર્થ : ગતિની માફક આનુપૂર્વીઓ ચાર છે. ગતિ તથા આનુપૂર્વી લેવાથી દ્વિક કહેવાય છે,અને આયુષ્ય સાથે ગણતાં ત્રિક કહેવાય. વક્ર જતાં જીવને ઉદય આવે તે આનુપૂર્વી કહેવાય છે. શુભ તથા અશુભ એ બે વિહાયોગતિ હોય છે. પ્ર. ૪૧૯, આનુપૂર્વી કેટલી છે ? કઈ કઈ ? ઉ. : ચાર. (૧) નરકાનુપૂર્વી (૨) તિર્યંચાનુપૂર્વી (૩) મનુષ્યાનુપૂર્વી (૪) દેવાનુપૂર્વી. પ્ર. ૪૨૦. નરકાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : બળદને જેમ વાંકા વાળવામાં સહાયભૂત દોરડા થાય છે. તેમ જીવને નરકગતિમાં વક્ર લઈ જવામાં વિપાકથી ઉદયમાં આવી સહાયભૂત થાય તે નરક આનુપૂર્વી નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૨૧. તિર્યંચાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : તિર્યંચગતિમાં વક્ર જતાં જીવને વિપાકથી ઉદયમાં આવી વક્ર લઈ જનાર જે કર્મ તે તિર્યંચાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૨૨. મનુષ્યાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : મનુષ્યગતિમાં લઈ જવા માટે વિપાકથી ઉદયમાં આવી વક્ર લઈ જનાર જે કર્મ તે મનુષ્યાનુપૂર્વી નામકર્મ કહેવાય છે, ૫. ૪૨૩. દેવાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : દેવગતિમાં જતા જીવને વક્ર લઈ જવામાં જે સહાયભૂત થનાર કર્મ તે દેવાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. કરવું ? પ્ર. ૪૨૪. નરકક્રિક-નરકત્રિક વગેરે જે તે સંજ્ઞાઓ છે તેનાથી શું શું ગ્રહણ ઉ. : નરકગ્નિક = નરકગતિ, નરકાનુપૂર્વી. નરકત્રિક = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય ઉપલક્ષણથી નીચે પ્રમાણેની સંજ્ઞાઓ કહેલી ન હોવા છતાં આ પ્રમાણે જાણવી. = વૈક્રીયષક = દેવગતિ,-દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ. Jain Education International ૬૭ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy