________________
બંધન નામકર્મ (૧૪) તૈજસ કાર્મણ બંધન નામકર્મ (૧૫) કાર્મણ કાર્મણ બંધન નામકર્મ.
પ્ર. ૩૭૫. ઔદારિક ઔદારિક બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : પૂર્વ ગ્રહણ કરાયેલા ઔદારિક પુદ્ગલોની સાથે ગ્રહણ કરતાં ઔદારિક પુદ્ગલોનો બંધ જેના વડે કરાય છે તે ઔદારિક ઔદારિક બંધન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૭૬. ઔદારિક તૈજસ બંધન નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જેના વડે ઔદારિક પુદ્ગલોનો તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિક તૈજસ બંધન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૭૭. ઔદારિક કાર્મણ બંધન નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જેના વડે ઔદારિક પુદ્ગલોનો કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિક કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૭૮. ઔદારિક તૈજસ કાર્મણ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જેના વડે ઔદારિક પુદ્ગલોનો તૈજસ તથા કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિક તૈજસ કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે.
આ રીતે બાકીના બંધનો જાણવા.
પ્ર. ૩૭૯. જેમ પંદર બંધનો કહ્યા છે તેમ પંદર સંઘાતનો પણ કહેવા જોઈએ તે કેમ કહ્યા નથી કારણ કે સંઘાતિત થયેલા પુદ્ગલોનો જ બંધનભાવ થતો હોય છે. જેમ બે પાષાણનો સંઘાત કરીએ તો વ્રજલેપ વડે કરીને બંધન કરાય છે ?
ઉ. : આ રીતે બનતું નથી કારણ કે લોકમાં જે સ્વજાતીય પુદ્ગલો હોય તેનો જ સંયોગ થાય છે તે જ શુભ, (સારું છે) એમ અહીંયા પણ પોતપોતાના શરીર પુદ્ગલોનો પોતપોતાના શરીર પુદ્ગલોની સાથે જે સંયોગ થાય છે તે સંઘાત કહેવાય છે અને તેની પ્રધાનતા જણાવવા માટે જ સંઘાતન પાંચ કહ્યા છે, પંદર કહ્યા નથી. સંધયણમòિનિચઓ, તં છન્દ્વા વજ્જરિસહનારાયું | તહ રિસહનારાયું, નારાયં અદ્રનારાયું || ૩૦ || કીલિય છેવટ્ઝ ઇહ, રિસહો પટ્ટો અ કીલિઆ વજ્જ । ઉભઓ મક્કડ બંધો, નારાયું ઇમમુરાલંગે ॥ ૩૮ || ભાવાર્થ :
સંઘયણ હાડકાંની રચના વિશેષ તે સંઘયણ કહેવાય છે તે છ છે. વજ ૠષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, છેવટ્ટુ સંઘયણ, ઋષભ એટલે પાટો, કીલિકા એટલે વજ્ર નારાચ એટલે મર્કટ (વાંદરાના બચ્ચાંની જેમ) બંધ જાણવો.
Jain Education International
૬૧
For Private and Personal Use Only
www.jainelibrary.org