SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. પ્ર. ૩૬૯. ઔદારિક સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી ઔદારિક શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે છે તે ઔદારિક સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૦. વૈક્રીય સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી વૈક્રીય શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે તે વૈકીય સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૧. આહારક સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી આહારક શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે તે આહારક સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૨. તૈજસ સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી તૈજસ શરીરપણે પરિણામ પામતા પગલોને આત્મા અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે તે તૈજસ સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૩. કામણ સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ,ઃ જે કર્મના ઉદયથી કામણ શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને અન્યોન્ય સંબંધ વડે આત્મા પિંડીભૂત કરે તે કાર્યણ સંઘાતન નામકર્મ કહેવાય છે. ઓરાલવિવાહારયાણ, સગ-તેઅ-કમ્મજાત્તાણું / નવ બંધણાણિ ઇઅર ૬, સહિયાણ તિનિ તેસિં ચ |૩૬ ભાવાર્થ : પંદર બંધન આ પ્રમાણે થાય છે ઔદારિક, વૈકીય, આહારક એ ત્રણેને પોતાની સાથે-તૈજસની સાથે અને કાર્મણની સાથે જોડતાં નવ થાય છે. તથા ત્રણેયની સાથે તૈજસ કામણ બંનેને જોડતાં ત્રણ થાય છે. તથા તૈજસ કામણ બેને પોતાની સાથે અને બંનેને પરસ્પર એક સાથે જોડતાં ત્રણ થાય છે. એમ નવ-ત્રણ તથા ત્રણ કરતાં પંદર બંધન નામકર્મ થાય છે. જે નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓને વિષે ગણાય છે. / ૩૬ // પ્ર. ૩૭૪. પંદર બંધનના નામો કયા કયા છે ? ઉ.: (૧) ઔદારિક ઔદારિક બંધન નામકર્મ. (૨) ઔદારિક તેજસ બંધન નામકર્મ. (૩) ઔદારિક કાર્પણ બંધન નામકર્મ. (૪) ઔદારિક તૈજસ કાર્પણ બંધન નામકર્મ. (૫) વૈક્રીય વૈકીય બંધન નામકર્મ. (૬) વૈક્રીય તૈજસ બંધન નામકર્મ (૭) વૈકીય કાર્પણ બંધન નામકર્મ (૮) વૈકીય તૈજસ કાર્પણ બંધન નામકર્મ (૯) આહારક આહારક બંધન નામક (૧૦) આહારક તૈજસ બંધન નામકર્મ (૧૧) આહારક કામણ બંધન નામકર્મ (૧૨) આહારક તૈજસ કામણ બંધન નામકર્મ (૧૩) તેજસ તૈજસ 30 Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy