SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલોનો પરસ્પર જે લાકડાને જેમ લાખ સંબંધ કરે તેમ સંબંધીત કરે તે ઔદારિકાદિ બંધન નામકર્મ કહેવાય. પ્ર. ૩૬૩. ઔદારિક બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પૂર્વે બંધાયેલા ઔદારિક પુદ્ગલોની સાથે નવા બંધાતા ઔદારિકના પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંયુક્ત કરે છે. તે ઔદારિક બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૬૪, વૈક્રીય બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પૂર્વે બંધાયેલા વૈક્રીય પુદ્ગલોની સાથે નવા બંધાતા વૈક્રીય પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંયુક્ત કરે છે તે વૈક્રીય બંધન નામકર્મ કહેવાય છે. આ કર્મ જતુ (લાખ) સમાન હોય છે. પ્ર. ૩૬૫. આહારક બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવ પૂર્વે બંધાયેલા આહા૨ક પુદ્ગલોની સાથે નવા બંધાતા આહારક યુગલોને અન્યોન્ય સંયુક્ત કરે તે આહારક બંધન મકર્મ કહેવાય id. પ્ર. ૩૬૬. તૈજસ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવ પૂર્વે બંધાયેલ તૈજસ પુદ્ગલોની સાથે નવા બંધાતા તૈજસ પુદ્ગલોને અન્યોન્ય સંયુક્ત કરે છે તે તૈજસ બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૬૭. કાર્મણ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને જીવ પૂર્વે બંધાયેલા તથા નવા બંધાતા પુદ્ગલોને અન્યોન્ય સંયુક્ત કરે છે તે કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે . પ્ર. ૩૬૮. આ પાંચ બંધન ન હોય તો શું વાંધો આવે ? ઉ. : પાંચે શરીરના પુદ્ગલોને ઔદિરાદિ શરીર નામકર્મના સામર્થ્યથી ગ્રહણ કરીને અન્યોન્ય સંબંધ કરનાર પાંચ બંધન જો ન હોય તો તે પાંચે શરીર પરિણામ પામતા છતાં અસંબંધ રૂપ થઈ જાત જેમ કુંડમાં રહેલો લોટ પવનથી હણાતા એકસ્થિરતાને પામતો નથી અસ્થિરતાને પામે છે તેમ આ પાંચે શરીરમાં ન થાય માટે પાંચે બંધનની જરૂર છે. જં સંધાયઇ ઉરલાઇ,-પુગલે તિ (ત) ણગણું વ દંતાલી । તેં સંધાયં બંધણ-મિવ તણુનામેણ પંચવિહં ॥ ૩૫ || ભાવાર્થ : જ જે કર્મ ઔદારિક શરીરના પુદ્ગલોને પિંડીભૂત સંઘાતરૂપ કરે છે. એ જ રીતે બાકીના ચારેય શરીરના પુદ્ગલોને પિંડીભૂત કરે છે તેમ ક૨ના૨ કર્મ સંઘાતન નામકર્મ Jain Education International ૫ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy