SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભ નામકર્મ પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦ - પ્ર. ૩૩૫. નામકર્મનાં ૬૭ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : શુભ નામકર્મની ૩૭ અને અશુભ નામકર્મની ૩૪. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૦ + પ્રત્યેક ૭ + ત્રસનાં ૧૦ અશુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૩ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦ આમ ૩૭ તથા ૩૪ થઈને ૭૧ થાય છે. તેમાં વણે ગંધ-રસ તથા સ્પર્શ એ ચારેય બન્નેમાં ગણેલ હોવાથી ચાર બાદ કરવાથી ૬૭ થાય છે. એમ જાણવું. નિરયતિરિ-નરસુરગઈ, ઇંગબિઅતિઅ-ચઉપસિંદિ જાઈઓ ! ઓરાલવિઉધ્વાહારગ,-તેઅકમ્પણ પણસરીરા || ૩૨ છે. ભાવાર્થ : નરક, તિર્યચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય. ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિય એ પાંચ જાતિ તથા ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ તથા કામણ શરીર એ પાંચ શરીર કહેવાય છે. પ્ર. ૩૩૬. નરક ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : ચાલ્યા ગયા છે શાતાવેદનીયાદિરૂપ ઈષ્ટફલો જેમાંથી, તે નારકો (નરકાવાસો) કહેવાય છે. એવા નારકોને વિષે જે ગતિ થવી તે નરક ગતિ કહેવાય છે. એવા વિપાકથી જે કર્મ પ્રવૃત્તિનું વદન થાય તે નરક ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૩૭. તિર્યંચ ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.: તિર્યંચ ગતિ રૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ અને ભવ આદિ સંયોગોને ભોગવવા લાયકમાં જીવને લઈ જાય તે તિર્યંચ ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૩૮. મનુષ્ય ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. મનુષ્ય ગતિમાં લઈ જનાર (આત્માને) કર્મ તે મનુષ્ય ગતિ નામકર્મ કહેવાય. પ્ર. ૩૩૯. દેવ ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. જ્યાં મોટે ભાગે (પ્રાયઃ કરીને) સઘળી શુભ પ્રકૃતિઓનો ઉદય પેદા કરાવે ઐશ્વર્યાદિ ઋદ્ધિ વગેરે અપાવે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવના સંયોગથી આત્માને શુભ પ્રકૃતિઓનો ઉદય કરાવે તે દેવ ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૦. એકેન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.: સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય ક્ષયોપશમ ભાવના જ્ઞાનવાળા તથા એકેન્દ્રિય અને તેની કોઈપણ પેટા જાતિના નામથી જીવનો વ્યવહાર પ્રસિદ્ધ કરનાર નામકર્મ તે એકેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. ૫૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy