________________
પ્ર. ૧૩૫. સંજ્ઞા કેટલા પ્રકારની હોય છે ? કઈ કઈ ?
ઉ. : ત્રણ. (૧) દીર્ઘકાલિકી સંજ્ઞા. (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞા. (૩) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા.
પ્ર. ૧૩૬. દીર્ઘકાલિકી સંજ્ઞા કોને કહેવાય ?
ઉ. : જે જીવો ભૂત, ભાવિ અને વર્તમાનકાળ ત્રણે કાળના વિચારોને કરી શકે તે દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. જેમ કે થોડા દિવસ પહેલાં કરેલું યાદ હોય, વર્તમાનકાળનું યાદ હોય અને ભાવિમાં શું કરવું તેના વિચારો.
પ્ર. ૧૩૭. હેતુવાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય ?
ઉ. : જે પ્રાયઃ કરીને જીવો વર્તમાનકાળમાં ઈષ્ટ, અનિષ્ટ વસ્તુને જાણી શકે પણ ભૂત, ભાવિના વિચારો ન કરી શકે તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે.
પ્ર, ૧૩૮ દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય ?
ઉ.: જે જીવો હેય પદાર્થોને એટલે ત્યાગ કરવા યોગ્ય પદાર્થોને ત્યજવા યોગ્ય માને અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને ગ્રહણ કરવા યોગ્ય માને એવી જે આત્મિક દ્રષ્ટિ પેદા થવી તે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે.
પ્ર. ૧૩૯. આ ત્રણે સંજ્ઞાઓ કયા કયા જીવોને હોય છે ?
ઉ. : દીર્ઘકાલિકી સંજ્ઞા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અસની જીવોને હોય છે. (સમુચ્છિમ જીવોને). દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ચારે ગતિમાં રહેલા સન્ની પંચેન્દ્રિય સમકિતી જીવોને હોય છે.
પ્ર. ૧૪૦. સન્ની શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
ઉ. આગમોમાં દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવોનું જે શ્રુતજ્ઞાન તે સન્ની શ્રુતજ્ઞાન કહેવાય છે અથવા મન અને ઈન્દ્રિયો વડે ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે સની શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૪૧. અસની શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
ઉ. હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવોનું જે શ્રુત તે અસત્ની શ્રુતજ્ઞાન કહેવાય છે. અથવા મનરહિત ઈન્દ્રિયો વડે પેદા થયેલું જે શ્રુત તે અસત્ની શ્રુતજ્ઞાન કહેવાય
પ્ર. ૧૪૨. સમ્યફ શ્રુતજ્ઞાન કોને કહેવાય છે ?
ઉ.: અરિહંતોએ પ્રરૂપેલા પદાર્થોનું યથાર્થ રીતે જે જ્ઞાન થયું તે સમ્યકકૃત કહેવાય તથા મિથ્યા દ્રષ્ટિ જીવોએ પ્રરૂપીત જે મૃત તે સમ્યક રીતે પરિણામ પમાડવું તે સમ્યફ શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૪૩. મિથ્યા શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
૨૦
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org