________________
ભાવાર્થ :
૭૨નો ક્ષય થતાં ચરમ સમયે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશ, આદેય, સુભગ, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, શાતા અથવા અશાતા વેદનીય આ તેર હોય છે.
અથવા મનુષ્યાનુપૂર્વી સિવાય છેલ્લા સમયે બાર પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તેનો ક્ષય થાય ત્યારે સિદ્ધિ ગતિને પામે છે. આ રીતે દેવેન્દ્રસૂરી મહારાજા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ચૌદમાના અંતે બારને ખપાવીને સિદ્ધિ ગતિને પામ્યા એ રીતની સ્તુતિ કરે છે.
પ્ર. ૩૪૩. ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : તેર. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૧૦, ગોત્ર-૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૧૦ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, ત્રણ-૬. પિંડપ્રકૃતિ-૩ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૧ : જિનનામ કમી. ત્રણ-૬ ઃ ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ.
પ્ર. ૩૪૪. ચૌદમાના ચરમ સમયે સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ. : બાર. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, ગોત્ર-૧.
નામ-૯ : પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યાનુપૂર્વી સિવાય જાણવી. બાકી ઉપર મુજબ જાણવી.
પ્ર. ૩૪૫.: ચૌદમાના અંત સમયે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ?
ઉ. તેર અથવા બાર પ્રકૃતિનો અંત થાય છે. પ્ર. ૩૪૬. : આ રીતે સત્તામાંથી ખપાવી જીવ ક્યાં જાય ?
ઉ. આ રીતે સત્તામાંથી પ્રકૃતિઓનો ક્ષય કરી જીવ સિદ્ધગતિમાં જાય છે. (સિદ્ધગતિને પામે છે.)
જે રીતે શ્રમણ ભગવાન મહાવીર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી બંધ ઉદય-ઉદીરણા સત્તાની પ્રકૃતિઓનો ક્ષય કર્યો. તે મુજબ અમો તેમની સ્તવના કરીએ છીએ.
પ્ર. ૩૪૭. જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ સતત કેટલા ગુણસ્થાનક સુધી બંધાય છે ?
ઉ. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત સમયે સમયે (નિરંતર) બંધાય છે. પ્ર. ૩૪૮. દર્શનાવરણીય કર્મની ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ પ્રકૃતિઓ સતત
૧૪૯
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org