________________
ભાવાર્થ :
૬૩ પ્રમતે બંધાય, શોક, અરતિ, અસ્થિર દ્વીક, અયશ, અશાતા આ છ પ્રકૃતિઓનો છેદ થાય અથવા સાત દેવ આયુષ્યનો વિચ્છેદ થાય તો કેટલાક જીવો પ્રમત્ત છતે દેવાયુષ્ય બાંધવાનો આરંભ કરતો કરતો અપ્રમત્ત ગુણસ્થાનકે જાય તો ત્યાં બંધ કરે તો અપ્રમતે પ૯ પ્રકૃતિઓ બંધાય છે અથવા આહારકદ્ધિક બાંધતા ૫૮ પ્રકૃતિઓનો બંધ કરે છે.
પ્ર. ૧૬૬. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ
કઈ ?
ઉ.: ત્રેસઠ. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૬, વેદનીય ૨, મોહનીય ૧૧, આયુષ્ય ૧, નામ ૩૨, ગોત્ર ૧, અંતરાય પ.
દશનાવરણીય-૬ : દર્શનાવરણીય-૪, નિદ્રા, પ્રચલા. મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય-તૈજસ-કામણ શરીર. વૈક્રીય અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર.
પ્ર. ૧૬૭. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા બંધમાં નવી દાખલ કેટલી થાય છે ? કઈ કઈ ?
ઉ. : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિઓનો અંત થાય છે : વેદનીય-૧ : અશાતાવેદનીય. મોહનીય-૨ : અરતિ, શોક. આયુષ્ય-૧ : દેવાયુષ્ય અથવા નહિ. નામ-૩ : સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. બંધમાં નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે ? નામ-૨ : પિંડપ્રકૃતિ-ર : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર ૧૬૮. સાતમાં અપ્રમત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ
કઈ ?
ઉ. ઃ સાતમા અપ્રમત ગુણસ્થાનકે પ૮ પ્રકૃતિઓ અથવા પ૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૧, આયુષ્ય, ૧ અથવા ૦, નામ-૩૨, ગોત્ર-૧, અંતરાય-૫
દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા.
૧૧૩
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org