________________
નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪.
પિંડપ્રકૃતિ-૮ઃ નરકગતિ, એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરીન્દ્રિય જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન તથા નરકાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : આતપ નામકર્મ. સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપયપ્તિ, સાધારણ
પ્ર. ૧૨૮. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો એક. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૪, ઓયુષ્ય-૩, નામ-૫૧, ગોત્ર-૨, અંતરાય-પ.
મોહનીય-૨૪ : અનંતાનુબંધી આદિ ૧૬-કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ.
આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય. નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬.
પિંડપ્રકૃતિ-૨૯: તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીકવૈક્રીય-તૈજસ-કામણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલાં પાંચ સંસ્થાન, વદિ-૪, વિહાયોગતિ-૨, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત.
સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ.
પ્ર. ૧૫૯. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : બેનો અબંધ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય. તથા પચ્ચીશ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, થીણી. મોહનીય-પ : અનંતાનુબંધી કષાય-૪, સ્ત્રીવેદ, આયુષ્ય-૧ઃ તિર્યંચાયુષ્ય. નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ. સ્થાવર-૩ : દુર્ભગ, દુઃસ્વર, અનાદેય. ગોત્ર-૧ : નીચગોત્ર.
પ્ર. ૧૬૦. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
6. ચુમોત્તેર જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૯,
૧૧૦
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org