SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાન-૬, વણદિ-૪, વિહાયોગતિ-૨ અને આનુપૂર્વ-૪. પ્રત્યેક-૮ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, આતપ, ઉદ્યોત, જિનનામ, નિમણ, ઉપઘાત. ત્રણ-૧૦ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર, આદેય, યશ. સ્થાવર-૧૦ : સ્થાવર, સૂક્ષ્મ, અપયપ્તિ, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અશ. પ્ર. ૧૪૮. ઓઘ એટલે શું ? ઉ. : ઓઘ એટલે કોઈ પણ એક ગુણસ્થાનકને આશ્રયીને નહીં પણ સઘળા ગુણસ્થાનકોને આશ્રયીને બંધમાં, ઉદયમાં યા સત્તામાં જે જણાવાય છે તે ઓઘ કહેવાય છે. ઓઘ = સામાન્યથી. પ્ર. ૧૪૯. અબંધ કોને સમજવો ? ઉ.: વર્તમાનમાં જે બંધ યોગ્ય ન હોય પણ પછીથી કોઈને કોઈ ગુણસ્થાનકે બંધને યોગ્ય હોઈ શકે તેને અબંધ કહેવાય છે. પ્ર. ૧૫૦. બંધનો અંત એટલે શું સમજવું ? ઉ. જ્યાં બંધનો અંત જણાવેલ હોય ત્યાં તે તે ગુણસ્થાનક સુધી એ પ્રકૃતિઓ બંધ યોગ્ય હતી. આગળના ગુણસ્થાનકમાં બંધ યોગ્યતા ન હોવાથી તેને અંત કહેવાય છે. પ્ર. ૧૫૧. બંધમાં એકસો વીશ પ્રકૃતિઓ હોય છે શા કારણથી ? ઉ. : મોહનીય કર્મની બે પ્રકૃતિઓ મિથ્યાત્વ મોહનીયના વિભાગરૂપ હોવાથી તે બંધાતી નથી. નામકર્મને વિષે બંધન-સંઘાતન શરીર અંતર્ગત ગણવાથી જુદી વિવક્ષા કરેલ નથી તથા વણદિ ૨૦માંથી એક એક રૂપ ચાર વર્ણાદિ લેવાથી ૧૬ની વિવા જુદી ન કરેલ હોવાથી ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં ગણાય છે. પ્ર ૧૫૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ. : ઓઘમાંથી નામકર્મની ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામકર્મ-૩ : પિડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧. પિંડપ્રકૃતિ-રઃ આહારક શરીર, આહારક અંગોપાંગ, પ્રત્યેક-૧ : જિનનામ કમ. પ્ર. ૧૫૩. જિનનામ કર્મ મિથ્યાત્વે કેમ ન બંધાય ? ઉ. : જિનનામ કર્મ ગુણ પ્રત્યયીકી બંધમાં હોવાથી સમ્યક્ત્વ નામનો ગુણ હોય તો જ બાંધી શકાય છે. જ્યારે મિથ્યાત્વમાં સમકિત ન હોવાથી બંધાતી નથી. પ્ર. ૧૫૪. આહારક શરીર-આહારક અંગોપાંગ પ્રકૃતિ મિથ્યાત્વે કેમ બંધાતી નથી ? ૧૦૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy