________________
સયોગી કેવલી કહેવાય છે. છેલ્લે આ ગુણસ્થાનકમાં મોટે ભાગે કેવલી સમુદ્રઘાત તથા યોગનિરોધની ક્રિયા પણ હોય છે.
પ્ર. ૧૪પ. અયોગી કેવલી ગુણસ્થાનક કોને કહેવાય ?
ઉ. જ્યાં મન-વચન અને કાયાના યોગનો સર્વથા વિચ્છેદ નિરોધ થયેલો હોય છે તે અયોગી કેવલી ગુણસ્થાનક કહેવાય છે. પોતાના આત્મપ્રદેશોને ૨/૩ ભાગમાં સ્થિર કરેલાં હોય છે જેને શૈલેશી અવસ્થારૂપ પણ કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ પાંચ હુવાક્ષર ઉચ્ચારણ જેટલો હોય છે.
- ત્યારબાદ જીવ અસ્પૃશ્યત ગતિ વડે પરમાત્વ સ્વભાવને એટલે મોક્ષ ગતિ (સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. લોકના અગ્રભાગે જઈને સ્થિર થઈ જાય છે.
આ રીતે ગુણસ્થાનકનું વર્ણન સંક્ષેપથી પૂર્ણ થયું. ચૌદ ગુણસ્થાનકોને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન કરાય છે.
અભિનવકમ્મગ્ગહણ બંધો ઓહેણ તત્વ વીસસય !
તિત્કયરાહારગદુગ, વર્જ મિóમિ સતરસય | ૩ || ભાવાર્થ :
નવા કર્મનું જે ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. તેમાં ઓઘે ૧૨૦ પ્રવૃતિઓ બંધાય છે. જિનનામ, આહારક દ્વિક સિવાય મિથ્યાત્વે એકસો સત્તર પ્રવૃતિઓ બંધાય છે.
પ્ર. ૧૪૬. બંધ (કર્મબંધ) કોને કહેવાય?
ઉ. : મિથ્યાત્વાદિ બંધહેતુ વડે અંજનના ચુર્ણથી પૂર્ણ ભરેલ દાબડાની જેમ નિરંતર પુદ્ગલથી ભરેલા લોકમાં કાર્પણ વગણાના પગલોનો આત્માની સાથે ક્ષીરનીરની જેમ અથવા લોખંડ અને અગ્નિના પિંડની જેમ અન્યોન્ય અનગમના અભેદ સ્વરૂપ સંબંધ અર્થાત્ કામણ વર્ગણાના પગલો અને આત્માનો એકમેક થવા રૂપ સંબંધ તેને કર્મબંધ કહેવાય છે.
પ્ર. ૧૪૭. બંધમાં કુલ કેટલી પ્રવૃતિઓ હોય છે ? ઉ. : બંધમાં ઓઘથી એકસો વીશ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૪, નામકમ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫.
મોહનીય-૨૬, : કષાય-૧૬, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, મિથ્યાત્વ મોહનીય.
નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. પિંડપ્રકૃતિ-૩૯ : ગતિ-૪, જાતિ-૫, શરીર-૫, અંગોપાંગ-૩, સંઘયણ-૬,
૧૦૭
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org