SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. પ૩. પરિણામ મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. : મનમાં જુઠો હઠવાદ રાખે અને કેવલી ભાષિત નવ તત્ત્વનાં અર્થને યથાર્થરૂપે સહણા ન કરે તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૫૪. પ્રદેશ મિથ્યાત્વ કોને કહેવાય? ઉ. : સત્તામાં રહેલ દર્શનમોહનીયકર્મની પ્રવૃતિઓ તેમાં વિશેષ મિથ્યાત્વ મોહનીય તેને ઉદયમાં લાવી ભોગવવી તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૫૫. પ્રરૂપણા મિથ્યાત્વમાં છ પ્રકારના જીવોમાંથી કેટલા જીવભેદો ઘટી શકે ? કયા કયા ? ઉ. પાંચ. (૧) ભારેકમ (૨) અભવ્ય (૩) લઘુકમ (૪) દુર્લભ બોધિ અને (૫) દુભવ્ય. પ્ર. પ૬. પ્રવર્તન મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉ.: પ્રવર્તન મિથ્યાત્વમાં અભવ્ય-દુર્ભવ્ય-ભારેકર્મી ભવ્ય, દુર્લભ બોધિ તથા લઘુકર્મી જીવો મોટે ભાગે ઘટી શકે છે. પ્ર. પ૭. પરિણામ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉ. : પરિણામ મિથ્યાત્વમાં અભવ્ય, દુર્ભવ્ય, ભારેકર્મી ભવ્ય, દુર્લભ બોધિ તથા લઘુકર્મી જીવો ઘટે છે. પ્ર. ૫૮. પ્રદેશ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉ. પ્રદેશ મિથ્યાત્વમાં છએ છ પ્રકારના જીવો ઘટે છે. પ્ર. ૫૯. જાતિ ભવ્ય જીવોમાં આ ચાર મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? ઉ. : એક પ્રદેશ મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૦. અભવ્ય જીવોમાં ચાર પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા મિથ્યાત્વ ઘટે ઉ. : અભવ્ય જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૧. દુર્ભવ્ય જીવોમાં ચાર પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? ઉ. : દુર્ભવ્ય જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૨. ભારેકર્મી ભવી જીવોમાં કેટલા મિથ્યાત્વ ઘટે ? ઉ. : ભારેકર્મી ભવી જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટી શકે છે. પ્ર. ૬૩. લઘુકર્મી ભવ્ય જીવોમાં કેટલા મિથ્યાત્વ ઘટે ? ઉ.: લઘુકર્મી ભવ્ય જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy