SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન .. (३६) ननु व्यञ्जनावग्रहः प्राप्यकारिणामेवेन्द्रियाणामुक्तो नाऽप्राप्यकारिणोः चक्षुर्मनसोरिति तत्र कः कारणांशो वाच्यः ? यदि अर्थावग्रहस्तर्हि सर्वत्र स एवाऽस्त्विति चेत् ? न, तत्रापि अर्थावग्रहात् प्राग्लब्धीन्द्रियस्य ग्रहणोन्मुखपरिणाम एव उपयोगस्य कारणांश इत्युपगमात् । न च सर्वत्र एकस्बैवाश्रयणमिति युक्तम्, इन्द्रियाणां प्राप्यकारित्वाऽप्राप्यकारित्वव्यवस्थाप्रयुक्तस्य हस्व-दीर्घकारणांशभेदस्यागमयुक्त्युपपन्नत्वेन प्रतिबन्दिपर्यनुयोगानवकाशात् । માત્રારૂપે પ્રગટ થાય છે. ભાગ્યકારે કહ્યું છે કે જે પ્રથમ સમયે અપાંશે પણ કાર્યની ઉત્પત્તિ માનવામાં ન આવે તે છેલ્લા સમયે પણ ઉત્પન્ન થઈ શકે નહિ. (પહેલે દિવસે થોડું ઘણું પણ મકાનનું ચણતર ન થાય તે છેલ્લા દિવસે પણ તે મકાન પુરું થશે નહિ.) ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ વાત બિલકુલ બરાબર છે. કારણ કે પરમાર્થથી અવિકલ કારણ એજ કાર્યોપત્તિનું વ્યાપ્ય છે. પ્રસ્તુતમાં ઉપયોગ ઈન્દ્રિય એજ જ્ઞાનનું અવિકલ કારણ છે અને ઉપગ ઇન્દ્રિય સતેજ થવાનું કારણ ભૌતિક વ્યંજનાવગ્રહ છે. એટલે જે સમયથી વ્યંજનાવગ્રહ ચાલુ થાય તે સમયથી ઉપયોગ ઇન્દ્રિયનું અસ્તિત્વ પ્રગટ થતું જાય અને એ પોતાના કાર્યભૂત જ્ઞાનને ઉત્પન્ન કરાવ્યા વિના કઈ રીતે રહે?! જેમ ન્યાયમતે પ્રત્યક્ષ જ્ઞાનમાં ઈન્દ્રિય કારણ રૂપે, સંનિકર્ષ અથવા નિર્વિકલ્પ જ્ઞાન વ્યાપારાંશ રૂપે, સવિકલપ જ્ઞાન ફલાંશ રૂપે, અને ધારાવાહિ જ્ઞાન પરિપાકાંશ રૂપે પ્રસિદ્ધ છે તેમ જૈનમતમાં શું માન્યતા છે? આ પ્રશ્નના જવાબમાં ગ્રંથકાર કહે છે કે અવગ્રહ, ઈહા, અપાય, ધારણાત્મક એક મતિજ્ઞાન ઉપયોગમાં ભૌતિક વ્યંજનાવગ્રહ કારણુશ રૂ૫ છે. (અન્ય અંશોનું દિગદર્શન ૪૬ અને ૪૭ પેરામાં કરાવાશે) [ અર્થાવગ્રહને કારણાંશરૂપે ન મનાય? ] (૩૬) પ્રશ્ન -વ્યંજનાવગ્રહ તે માત્ર પ્રાપ્યકારિ ઈન્દ્રામાં જ કહ્યો છે, અપ્રાપ્યકારિ મન અને ચક્ષ ઇન્દ્રિયનો તો કહ્યો નથી તે પછી ત્યાં તેણે કારણુશ કહેશો ? જે અર્થાવગ્રહને કારણુશ માનવાને હોય તે પ્રાપ્યકારિ અને અપ્રાપ્યકારિ બધા જ સ્થળે અર્થાવગ્રહને કારણશ રૂ૫ માનીએ તે શું વાંધો છે? ઉત્તર :- અર્થાવગ્રહને કારણુશ રૂપે માનવાની જરૂર નથી. કારણ કે અર્થાવગ્રહ તે ઉપયોગ ઈન્દ્રિયનું કાર્ય છે. એને કારણ રૂપે કઈ રીતે મનાય ?! અપ્રાપ્યકારિ ઈન્દ્રિયસ્થળે તે અર્થાવગ્રહ પૂર્વે ક્ષયોપશમરૂપ લબ્ધિ ઈન્દ્રિયને ગ્રહણાભિમુખ પરિણામ એ જ અપ્રાપ્યકારિ ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન-ઉપયોગમાં કારણુશરૂપે છે. પ્રશ્ન -આ રીતે કારણશમાં ભેદ માનવાને બદલે બધે એક જ અનુગત કારણશની કલ્પના શું અગ્ય છે? ઉત્તર :- હા, અયોગ્ય છે. કેમકે ઈન્દ્રિયોમાં પ્રાપ્યકારિતા અને અપ્રાપ્યકારિતા એવી ભેદ-વ્યવસ્થા શાસ્ત્રસિદ્ધ અને યુક્તિસિદ્ધ છે. એટલે તમૂલક હસ્વ-દીર્ઘ કારણશનો ભેદ પણ શાસ્ત્ર અને યુક્તિ ઉભયસિદ્ધ હોવાથી કોઈ સામા પ્રશ્નને અવકાશ રહેતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy