SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ (१८) धारणादिरहितानामेकेन्द्रियादीनां तु आहारादिसंज्ञान्यथानुपपत्त्या अन्तर्जल्पाकाराविवक्षितार्थवाचक शब्दसंस्पृष्टार्थज्ञानरूप श्रुतज्ञान क्षयोपशममात्रजनित जात्यन्तरमेव । (१९) आप्तोत्तस्य' शब्दस्य ऊहाख्यप्रमाणेन पदपदार्थशक्तिग्रहानन्तरमाकाङ्क्षाज्ञानादिसाचिव्येन जायमान तु ज्ञान स्पष्टधारणाप्रायमेव । છે તેને, શ્રુતજ્ઞાન નહિ, કૃતનિશ્ચિત મતિજ્ઞાન પણ નહિ, કિન્તુ શ્રુત-અનિશ્રિત મતિજ્ઞાન અર્થાત્ ઔપત્તિકી બુદ્ધિ રૂપ જ માનવું પડશે. કારણ કે શ્રુતજ્ઞાનને અંગે સામાન્ય કાર્યકારણુ ભાવ લઈએ તે ઈન્દ્રિયજન્ય કઈ પણ શ્રુતજ્ઞાનમાં ધારણુત્વ રૂપે ધારણુજ્ઞાન હેતુ છે. તથા વિશેષ કાર્યકારણભાવ લઈએ તે, તે ઈન્દ્રિયથી જન્ય શ્રુતજ્ઞાન પ્રત્યે તે તે ઈન્દ્રિયથી જન્ય ધારણાજ્ઞાન હેતુ છે. ટૂંકમાં શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ ધારણ વિના થાય નહિ. જ્યારે ચૈત્રવિષયક અપૂર્વ બુદ્ધિ પૂર્વે ચૈત્ર સંબંધિ કઈ ધારણાઝાન છે નહિ. માટે તે શ્રુતજ્ઞાન રૂપ માની શકાશે નહિ. પ્રશ્નઃ કૃતનિશ્રિત મતિજ્ઞાન રૂપે માનવામાં શું વાંધે છે? - ઉત્તર ઃ કૃતનિશ્રિત મતિજ્ઞાનમાં પૂપલબ્ધ અર્થ વિષયક શ્રુતજ્ઞાનઆહિત વાસનાને ઉદ્દધ હેતુભૂત છે. અહીંઆ તો ચૈત્રની ક્યારેય પૂર્વે પલબ્ધિ છે જ નહિ. એટલે તદવિષયક વાસનાને ઉદ્દધ પણ નથી તે પછી કૃતનિશ્રિત જ્ઞાનને સંભવ કઈ રીતે હોય?! માટે ઉપરોક્ત બુદ્ધિ (ઔત્પત્તિક) શ્રુત-અનિશ્રિત મતિજ્ઞાનરૂપ જ માનવી જોઈએ. વળી, કેઈ પણ શ્રુતજ્ઞાન પ્રત્યે ધારણુજ્ઞાનને હેતુ માનીએ તો જ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ઉપયોગ કમિક હોવાનું સંગત થાય. ક્ષોપશમ રૂપ લબ્ધિ તે બનેની એક સાથે વિદ્યમાન હોય છે. તે પણ છદ્મસ્થને એકસાથે બે ઉપગ હોતા નથી. એનું જે કારણ વિચારીએ તો એ જ કહેવું પડશે કે બીજી બધી સામગ્રી બને જ્ઞાનની તુલ્યપ્રાય હોવા છતાં પણ શ્રુતજ્ઞાનમાં ધારણા વધારાને હેતુ છે. એટલે એ હોય ત્યારે શ્રુતજ્ઞાન જ થાય છે અને એ ન હોય ત્યારે મતિજ્ઞાન જ થાય આ જાતની કમિકતા સંગત થાય છે. જે અર્થ પૂર્વે ઉપલબ્ધ થઈ ચુક્યો છે તેનું ફરી જ્યારે જ્ઞાન થાય ત્યારે તે કૃતનિશ્રિત જ હોવું જોઈએ. કારણ કે એમાં પૂર્વકાલીન ધારણ જનિત શ્રુતજ્ઞાનથી ઉદ્દભવેલી વાસનાને પ્રબોધ ગર્ભિત રીતે રહેલો જ હોય છે [એકેન્દ્રિય જીને શ્રુતજ્ઞાન કેવી રીતે ?]. (૧૮) પ્રશ્ન :-એકેન્દ્રિયથી માંડીને સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિય સુધીના જીવોને ધારણ તે હેતી નથી તે પછી તેમનામાં શ્રુતજ્ઞાન કેવી રીતે ઉદ્દભવશે? ઉતર–એકેન્દ્રિય આદિ એને થતું શ્રુતજ્ઞાન ધારણીજન્ય શ્રુતજ્ઞાન કરતા વિલક્ષણ હોવાથી ધારણ વગર પણ તેઓને તે ફક્ત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયપશમ માત્રથી હાઈ શકે છે. તેઓનું આ વિલક્ષણ શ્રુતજ્ઞાન કેઈ પણ વિવક્ષિત અને વાચક ન હોય ૧. ગલ્લા રવિ મુ. ૨. વાવ રામુ ! રૂ. માતોશષ્ય ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy